દ્વારકા ના કલ્યાણપુર ગામની તાલુકા સ્કુલ પાછળ આવેલી એક વાડીના કુવા ની બાજુમાં આવેલ લીમડાના ઝાડની દાતણ તોડવા જતા વીશ વર્ષીય દીવ્યા હેમંતભાઈ પરવાણી નામની છોકરી અકસ્માતે સો ફુટ ઉંડા કુવામાં અને આશરે પચ્ચીસ ફુટ જેટલા પાણીમાં ગરકાવ થઈ હતી. જેની જાણ તેમના વાલીને થતા બે લોકો કુવામાં ખાબક્યા હતા.

પરંતુ તે પણ કુવામાં વધું પાણી હોવાના હીસાબે ફસાયા હતા. જેથી દ્વારકાના ફાયર રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જેથી ગણતરીની મીનીટોમાં ફાયરટીમ ધટના સ્થળ પર પહોચી જઇ ત્રણેય વ્યક્તિ ઓને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

તથા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દ્વારકાના સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર શાખાના પ્રવિણભાઈ કાપડી,જીતુભાઈ કારડીયા, વિધાભા કેર તથા અજયભાઇ સવાણીએ ખુબ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.