ખોરાકને લઇને થોડીક પણ બેદરકારી દાખવતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ખાદ્ય પદાર્થ ખરાબ થવા પર તેમાં રહેલા બેક્ટેરિયા સાત કલાકમાં એક લાખ ગણા વધી જાય છે. આ પરિસ્થિતિમાં બજારમાંથી અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ ખાવાથી તમને ઉલ્ટી, ઝાડા, તાવ, પેટમાં દુખાવો અથવા ચક્કર આવવાની સમસ્યા સર્જાય છે. ફૂડ પૉઇઝનિંગ ખરાબ ગુણવત્તાના ખાદ્ય પદાર્થને કારણે થાય છે. જ્યારે ખોરાકને યોગ્ય રીતે રાંધવામાં ન આવે અથવા ઢાંકીને રાખવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે અને તે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. દુનિયામાં સૌથી વધારે ઔસ્ટ્રેલિયાના લોકો બગડેલા ખોરાકથી બિમારીનો ભોગ બને છે. આવી રીતે રાખો ખોરાકનું ધ્યાન : – ગરમ અને ઠંડા ખોરાકને અલગ-અલગ રાખો. – ફૂડ પ્રોડ્ક્ટ્સ ખરીદતી વખતે તેનું લેબલ અને સીલ ચોક્કસપણે ચેક કરી લો. – ફ્રિઝમાંથી બહાર રાખેલા ફ્રોઝન ફૂડનો ઉપયોગ ન કરો. – અયોગ્ય રીતે રંધાયેલો ખોરાક ન લો. – પહેલાથી તૂટેલા ઇંડાંનો ઉપયોગ ટાળો.
Trending
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો