સરકારને એકત્રિત થયેલી ખાદ્ય તેલની ડ્યુટી સ્થાનિક ઓઇલસિડ ક્ષેત્રને વિકસિત કરવામાં વાપરવી જોઈએ
અબતક, નવીદિલ્હી
સમગ્ર ભારત દેશમાં ખાદ્ય તેલ ઉત્પાદન દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ખાદ્યતેલ માં જે રીતે આયાતનું પ્રમાણ જળવાવું જોઇએ તેના બદલે આયાત પણ સૌથી વધુ પ્રમાણમાં વધતુ જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત ૯ માસ મા એટલે કે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ખાદ્ય તેલની આયાત ૭૫ ટકા વધી ૧.૦૪ લાખ કરોડને પાર પહોંચી છે. જે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન ભાઈ આપતા જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં ખાદ્ય તેલની આયાત 59,543 કરોડ જોવા મળી હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ખૂબ જ વધુ વધારો જોવા મળ્યો છે.
ભાયાતી તેલનું પ્રમાણ વધતા સોફાના ચેરમેને જણાવ્યું હતું કે ભારત જે રીતે ખાદ્ય તેલની આયાત કરે છે તેનાથી નિકાસ કરતી દેશો અને ઓર્ચીડ ઉત્પાદકોને પ્રીમિયમ ભાવ મળી રહ્યા છે અને ભારત દેશ જ એકમાત્ર એવો દેશ છે કે જે સૌથી વધુ તેલ આયાત કરે છે પરિણામે અન્ય દેશો આર્થિક રીતે સધર થઈ રહ્યા છે. આ તકે વધુમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારત દેશે ખાદ્યતેલ નો ઈમ્પોર્ટ કરવા પાછળનો મુખ્ય કારણ એ છે કે માંગ અને વિતરણ વ્યવસ્થામાં એક સમાનતા જળવાય સાથોસાથ આયાતી તેલ દ્વારા સરકારને જે આયાત ડ્યૂટી મળી રહી છે તેનાથી તેઓ અનેક વિકાસ લક્ષી કાર્યો પણ હાથ ધરી શકે છે.
સોપાના ચેરમેન ડેવિસ જૈને જણાવ્યું હતું કે, સરકારને જે આયાતી તેલમાં જે ડ્યુટી ની આવક થઈ રહી છે તેનાથી તેઓ સ્થાનિક ઓઇલ સિડ ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે ઉપયોગી નીવડી શકે છે. નહીંકે પાકોને ક્રોસ સબસીડાઈઝ કરવામાં આવે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતમાં ખાદ્યતેલ માટેના પાકોનું ઉત્પાદન વધ્યું છે સામે આયાત જે રીતે કરવું જોઈએ તે પ્રમાણમાં ન કરતાં પણ અનેક પ્રશ્નો હાલ વૈભવી થઈ રહ્યા છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ મિશનમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકાર ખાદ્યતેલ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા માંગે છે નહીં કે અન્ય દેશ પર ડીપેનડેનટ થવા. સુધી ભારત આયાતી તેલ ઉપર અંકુશ મેળવવામાં સફળ નહીં થાય તો ઘણા પ્રશ્નો ઉદભવી થઈ શકશે.
આ સ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં ન થાય તે માટે સરકારે ખેડૂતોને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા માટેના વિકાસ લક્ષી પગલાં લેવા પડશે અને વિવિધ પાકોના વપરાશમાં તેઓને સારોએવો આર્થિક લાભ કઈ રીતે થઈ શકે તે માટે પણ ખેડૂતોને માહિતગાર કરી સરકારી યોજનાના લાભ લેતા કરવા પડશે. ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં સૌથી વધુ આયાતી તેલ ઉપર ભારતે નિર્ભર રહેવું પડે છે અને તે આંકડો આશરે ૬૦ ટકા થી પણ વધુનો છે. તકે ભારત સરકાર માટે ચિંતાનો વિષય એ જ છે કે આયાતી તેલ ઉપર અંકુશ કઈ રીતે લાદી શકાય.
ભારત સરકાર પામ તેલ અને ખાદ્ય તેલના ઉત્પાદન માટે સ્થાનિક સ્તર ઉપર વિવિધ પગલાઓ લઇ રહ્યું છે અને આ મિશન અંતર્ગત સરકારે આશરે ૧૧ હજાર કરોડ રૂપિયાના રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે જો આ વહેલાસર શક્ય થશે તો આ મિશનનો લાભ ભારત દેશ અને દરેક ખેડૂતોને પણ મળતો રહેશે એટલું જ નહીં સ્થાનિક સ્તર ઉપર પામ તેલ નું પણ ઉત્પાદન વધશે પરિણામે જે તેલ આયાત કરવું પડતું હતું તેના ઉપર ઘણા ખરા અંશે રોક લાગશે.