1.92 કરોડ ટેક્સપેયરને 70,572 કરોડ રૂપિયા તથા કંપની અને વ્યવસાયોની કેટેગરીમાં 2.19
લાખ કેસમાં 1.27 લાખ કરોડ રૂપિયાનુ રિફંડ
આવકવેરા વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં કરદાતાઓને અપાયેલા રિફંડની જાણકારી જાહેર કરી છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.95 કરદાતાઓને 1.98 લાખ કરોડ રુપિયા રિફંડ ચુકવી દેવાયું છે. આ વળતર સરેરાશ 11 મહિનામાં ચૂકવી દેવાયું છે.જેમાં વ્યક્તિગત કરદાતાઓની કેટેગરીમાં 1.92 કરોડ ટેક્સપેયરને 70,572 કરોડ રુપિયા તથા કંપની અને વ્યવસાયોની કેટેગરીમાં 2.19 લાખ કેસમાં 1.27 લાખ કરોડ રુપિયાનુ રિફંડ આપવામાં આવ્યું છે.
કુલ મળીને એક એપ્રિલ 2020 થી 22 ફેબ્રુઆરી 2021 વચ્ચે 1.95 કરોડ કરદાતાઓને 1.98 લાખ કરોડ રુપિયા પાછા આપવામાં આવ્યા છે. જે રાહત આપનારી વાત છે. આયકર વિભાગનુ કહેવુ છે કે, નાણા મંત્રીએ આત્મ નિર્ભર ભારતની કરેલી જાહેરાત બાદ રિફંડ આપવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવાઈ છે.
કરદાતાઓ રિફંડની સ્થિતિ જાણવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ પર કે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને ચેક કરી શકે છે. રિફંડની રકમ સીધી કરદાતાના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.
એનઆરઆઈને બેગણા કરવેરાથી બચવા 31 પહેલા વિગતો આપવી પડશે
કોરોના મહામારીના કારણે આંતરાષ્ટ્રીય મુસાફરી બંધ થઈ જતા અનેક એનઆરઆઈ અને વિદેશી નાગરિકોને ભારતમાં રહેવું પડયું હતું. જેના પરિણામે તેમને આવક ઉપર બેગણા કરવેરા ભરવાની સ્થિતિ ઉભી થઇ છે. જોકે, બેગણા કરવેરાથી બચવા માટે 31 માર્ચ પહેલા અરજી કરવા સીબીડીટીએ કહ્યું છે. 22 માર્ચ 20020માં આંતરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરાઈ હતી. તે પહેલાં જે એનઆરઆઇ અને વિદેશ નાગરિકો ભારતમાં હતા તેઓ પરત ફરી નહોતા શક્યા, પરિણામે તેઓ આવક પર બેગણા ટેક્સના દાયરામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલાક દેશના 182 દિવસ રહેવાથી નાગરિકતાનો નિયમ છે જોકે, આ નિયમ બદલાશે તો નોન રસિડેન્ટની સંખ્યા ડબલ થઈ જશે, અને રાહતના કારણે ટેક્સની આવક ઘટશે.