- બે દિમાં 900 ઘટી ફરીથી 300નો ઉછાળો
ગીર પંથકની કેસર કેરી અને ગીર નો કેસરીસિંહ બંને પ્રખ્યાત છે હાલમાં ઉનાળાની અને કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 415 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. શનિવારે 287 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી પરંતુ એક બોક્સ નો ભાવ 1100 ની આજુબાજુ નોંધાયો હતો પરંતુ આજે એક બોક્સ નો ભાવ ₹1,400 પહોંચ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં કેરીના ભાવ 800 થી વધુ રૂપિયા સુધી ઘટ્યો હતો.
આજે ફરી આ કેરીના ભાવ એક મણના ₹2800 નોંધાયા છે અને એક મણ નો નીચો ભાવ ₹800 નોંધાયો છે ત્યારે સારી અને ત્યારે સારી અને ગુણવત્તા યુક્ત કેસર કેરી નો ભાવ માર્કેટ યાર્ડમાં એક બોક્સના ₹1200 થી ₹1700 વચ્ચે બોલાઈ રહ્યા છે.
415 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માર્કેટ 415 ક્વિન્ટલ કેરીની આવક નોંધાય હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ ₹2800 જ્યારે એક મણ કેરીનો નીચો ભાવ ₹800 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે પરંતુ આજે 415 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ છે…આવનારા સમયમાં જો કેરી ની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.