પોલીસે બાઈક પર આવેલા શખ્સ સામે ગુનો નોંધાયો: કારણ અંગે તપાસ
જુનાગઢના જોષીપરા વિસ્તારમાં બારીમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પદાર્થ તથા સળગતું કપડું ફેંકી, નાસી જતા એક યુવતી તથા તેની મમ્મીને ઈજા પહોંચતા હાલ જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જોષીપરામાં બનેલા આ બનાવથી ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ આ ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
હાલમાં રાજકોટ યુનીવર્સીટી રોડ ઈંદીરા સર્કલની બાજુમા જલારામ નગર-2માં રહેતા ખુશ્બુબેન બીપીંનભાઈ ધીરુભાઈ સોલંકી ઉ/જ્ઞ ચંદુભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.23) જૂનાગઢમાં આદીત્યનગર શાક માર્કેટ પાસે, જોસીપરા ખાતે રહેતા પોતાના મમ્મીને ત્યાં રાત્રિના સમયે ઘરમા સુતા હોય તે દરમ્યાન ઘરના રૂમની ખુલ્લી બારી મારફત કોઈ અજાણ્યા ઈશમોએ આવી, ફરીયાદી બેનને ઈજા પંહોચાડવા, દઝાડી દેવા માટે બારી માથી જ્વલનશીલ પ્રવાહી તથા સળગતુ કપડુ ફેંકી, અજાણ્યા આરોપીઓ મોટર સાઈકલ લઈને આવી ગુનો કરી નાસી ગયા હતા.
આ દરમિયાન ફરીયાદી ખુશ્બુબેન શરીરે પેટના ભાગે તથા જમણા પગના સાંથળના ભાગે તથા ફરિયાદી ખુશ્બુ બેનના મમ્મી નયનાબેન પણ આગ ઓલવવા જતા હાથમા દાઝી જતા બન્ને હાલ જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફરિયાદી ખુશ્બૂબેને આ અંગે બી દિવિઝનામાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે મોટર સાઈકલ લઈને આવી ગુનો કરી, નાસી જઈ ગુનામા એક બીજાની મદદગારી કર્યા અંગે સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે, જેની વધુ તપાસ બી ડીવીઝન પી.એસ.આઈ. એચ.વી.ચુડાસમા ચલાવી રહ્યા છે.