કોરોના લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોકો કામ ધંધા વગર ત્રણ મહિના સુધી ઘરમાં જ રહ્યા અને ઉનાળા જેવી પરિસ્થિતિમાં વીજ વપરાશ પણ વિશેષ થવા પામ્યો છે તેવા સંજોગોમાં પીજીવીસીએલ દ્વારા એક સાથે લોક ડાઉનના સમયગાળાનું બિલ આપી દેતા લોકોમાં રાહતને બદલે વધુ બિલ ચૂકવવા વિવશ થવું પડયું છે. ત્યારે જૂનાગઢના વોર્ડ નંબર ૪ ના કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી પીજીવીસીએલ દ્વારા લોક ડાઉનમાં રાહત આપવાના બદલે પાછલા બારણેથી બીલ માં વધારો કરીને એક સાથે ત્રણ ત્રણ મહિનાનું બિલ આપી યુનિટમા સો યુનિટની મર્યાદા રાખવાના બદલે એક સાથે યુનિટોની ગણતરી કરીને આ કપરા કાળમાં વીજ વપરાશકારોને સાડા ચાર રૂપિયાથી પાંચ રૂપિયા અને ૨૦ પૈસા જેટલા પ્રતિ યુનિટના ભાવથી બિલ ભરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી કરી છે ત્યારે હાલની લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ તંત્રએ ૧૦૦ યુનિટની મર્યાદાના બીલ બનાવવા જોઈએ તેવી માંગ કરી છે.

લોક ડાઉનના સમયમાં લોકોને રાહત થાય તેવી વ્યવસ્થાના સરકારના દાવાઓ પોકળ થયા છે ત્યારે વીજતંત્ર દ્વારા ત્રણ ત્રણ મહિનાનું બિલ એક સાથે આપી દેતા સરેરાશ યુનિટીના ઊંચા ભાવ વસૂલતા બિલો આપવામાં આવ્યા છે, જો આ બિલોમાં ૧૨૦ યુનિટની મર્યાદા રાખવામાં નહીં આવે તો લોકોને વિના કારણે વધુ વીજ બીલ ભરવાનો બોજ સહન કરવો પડશે તેમ જણાવી મંજુલાબેન પરસાણએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી લોકોને વીજ બીલમાં રાહત આપવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.