બાળકીની દયનીય પરિસ્થિતિ પર કોઈએ નજર સુઘ્ધા પણ ના નાખી

જૂનાગઢ તાજેતરમાં બાળકી સાથે દુરાચાર આચરી બાળકીને લોહીલુહાણ કરી નાખનાર પોષ સમાજના ત‚ણને પકડી પોલીસે જેલ ભેગો કરી દીધો અને તમામ સહી સલામત અને શાંતીનો અહેસાસ કરી લીધો પરંતુ આ પરીવાર અને બાળકીની દયનીય પરિસ્થિતિ પર કોઈએ એક નજર સુઘ્ધા નાખી નહીં જેના માટે ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે આજે પણ પરીવારમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં તાજેતરમાં સભ્ય સમાજને સ્તબ્ધ કરી દેતી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાના પગલે આખાય પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. સંસ્કાર, સમૃદ્ધિથી લથપથ શહેરના પોષ વિસ્તારમાં અને સમૃદ્ધ પરિવારના ત‚ણે આચરેલા આ અઘમ કૃત્ય સામે ચારેકોરથી ફીટકાર વરસી જવા પામ્યો હતો. આ અંગે પોલીસે ઉપર છલ્લી નજરે જોતા તેની કામગીરી બજાવી હતી. પોતાની ફરજ બજાવાનો સંતોષ માની પોલીસે આ પરીવારને વેઢો મુકી દીધો ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે આ પરીવાર આજે જયાં ત્યાં રઝળી પોતાના પેટનો ખાડો ભરી લે છે. પરંતુ ઘટનાઓને જાહેર કરી અવાર-નવાર સમાજમાંથી ઉઠતા સંવેદનાના સૂર આ પરીવાર માટે કયાંય જોવા મળ્યા નહીં તેનો પરીવારને અફસોસ થયો છે. સન્માન પર ઘા લાગ્યા પછી સરકાર તેમજ જૂનાગઢમાં અનેક સામાજીક સેવા કાર્યોનો આંચળો ઓઢી ફરતી સંસ્થાઓ આ બાળકી માટે કયાંય ફરકી નહીં આ ઘટના સંદર્ભે આ એક પરીવાર માટે આવો ભેદભાવ શા માટે ? નિર્ભયા હત્યાકાંડ જયારે આખા દેશને હચ મચાવ્યો હતો ત્યારે આ ઘટનાને પણ નાની ગણી ભુલી જવી જોઈએ ? નિર્ભયા હત્યાકાંડ બાદ પોષકોના કાયદામાં પણ ઘણા સુધારા કરાયા હતા.

જયારે આ ઘટના પણ બુઘ્ધિજીવીઓ માટે ચિંતનનો વિષય છે નાના એવા ગરીબ પરીવાર કે જેને બે સમય પેટનો ખાડો પુરવામાં ફાંફા છે તેવા પરીવારને ન્યાયની સામે સંવેદનના મલમની પણ જ‚ર છે. સરકારી સંસ્થાઓની જવાબદારી કયાં અને કેટલી છે તેમાં પડવા કરતા સભ્ય સમાજના ખીસ્સામાંથી સેવાના નામે હજારો અને લાખોનો ફાળો ઉદારાવતી એકપણ સામાજીક સંસ્થા આ પરીવારના ખબર અંતર પુછવા પણ ગઈ નથી તો ફકત આ સંસ્થાઓની સેવા અખબારી માધ્યમો અને મીડિયામાં ચમકવાના દેખાડા પુરતી છે ?

ચુંટણીઓના સમયમાં મોટા મોટા ફાંફા મારતા ઉજળા ઝબ્બા ધારણ કરી સમાજને સુધારવા નીકળી પડેલા એક પણ નેતા આજ દિવસ સુધી આ પરીવારની પરિસ્થિતિ જોવા ગયો નથી. આ પરીવાર પાસે પોતાની ઓળખ તેમજ રાશનકાર્ડ કંઈ જ નથી ? તો શું કામ નથી ? એને શું-શું સરકારી સહાય મળી શકે ? આ પરીવારને કઈ રીતે પુન:સ્થાપન કરી શકાય તે સહીતનામુદે આજ દિવસ સુધી કેમ કોઈને વિચાર સુઘ્ધા ન આવ્યો. આ ઘટનાનો ભોગ બનનાર બાળકી આજેય ધુળમાં રઝળી રહી છે. આ ધુળનું ફુલ ધુળમાં જ રઝળી અને મુરજાઈ જાય તે પહેલા ઘટનાઓમાં અત્યંત ઉત્સાહિ થઈ સંવેદના દેખાડતા અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓ કયાંય મળશે ખરા ? અગાઉ ગરીબ પરીવારોના બાળકો સાથે અકસ્માતથી લઈ ઘણી બધી ઘટનાઓ બની છે. ત્યારે આવી ઘટનાઓમાં સ્થાનિક મીડિયા તેમજ અખબારી માધ્યમોમાંથી લઈ દેશનો પ્રચાર પ્રસાર કરતી અખબારી સંસ્થાઓ તેને ન્યાય અપાવવાથી લઈ તેના પુન:સ્થાપન માટે લાગી જાય છે તો આ ઘટનામાં કેમ કોઈનામાં સંવેદનાની સરવાણી ફુટતી નથી ? પરીવારનો મોભી મજુરી કરી અને પરીવાર ભિક્ષાવૃતી કરી આજે જેમ તેમ પેટીયુ રળે છે અને કોઈ ખબર પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.