તસ્કરોએ પાંચ મકાનોને નિશાન બનાવી રૂ.૧.૫ લાખ મત્તાની ચોરી કરી
જુનાગઢ તસ્કરોને જાણે રેઢુ પળ મળ્યુ હોય તેમ છાશવારે ચોરી અને ઘાડના બનાવો બનતા આવ્યા છે. રવિવારની રાત્રીના તસ્કરોએ સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ મકાનોના તાળા તોડી માલમતાની ચોરીઓના અલગ અલગ પાંચ ગુના પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે. નાઈટ પેટ્રોલીંગના દાવા કરતી પોલીસે રીતસર તસ્કરો માટે રેઢુ પળ બનાવ્યાની શહેરના લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. નાઈટ પેટ્રોલીંગમાં વપરાતી ગાડીઓને લઈ રાત્રીના હાઈવેની હોટલો પર જઈ મફતના ચા-નાસ્તા સિવાય પોલીસ પાસે બીજુ કોઈ કામ ન હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ આ બાબતે રસ દાખવી ઘટતું કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા
પામી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર કલેકટર કચેરી પાછળ સાબરી પાર્ક સોસાયટીમાં રહેતા કામરાનભાઈ ઈસ્માઈલભાઈ સુમરા અને તેમનો પરીવાર ડેડરવા ગામે લગ્નપ્રસંગમાં ગયો હતો તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ હોવાની તેમના ભાણેજ ફોન કરીને જાણ કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા. કામરાનભાઈના મકાનનું તાળુ તોડી કબાટમાંથી રોકડ ‚પિયા ૧૭ હજાર તેમજ ચાંદીના જુમર અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. તેમની બાજુમાં રહેતા ફા‚કભાઈના મકાનમાં પણ તસ્કરો ત્રાટકયા હતા પરંતુ કાંઈ હાથ લાગ્યુ ન હતું.
આ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ ગુલિસ્તાન સોસાયટીમાં રહેતા સાકીબભાઈ યુસુફભાઈ પટણીના ઘરમાંથી ૩ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. તેમજ બાજુમાં રહેતા સાકીરભાઈ ફેજાનભાઈ કાદરીના ઘરમાં ચોરી થઈ હતી અને તેમનો મોબાઈલ અને તેમની સાથે રહેતા સોહિલભાઈનો મોબાઈલ ચોરાયો હતો. એકી સાથે એક વિસ્તારના ચાર મકાનોમાં ચોરી થતા ફરિયાદ નોંધાવતા સી ડિવીઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ૨૭૦૦૦ રોકડ મોબાઈલ ફોન ૮ કિંમત રૂ.૬૧,૦૦૦ તેમજ ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૯૧,૦૦૦ની ચોરી થઈ હતી તે ઉપરાંત હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયામાં રહેતા હિતેષભાઈ પ્રભુદાસભાઈ પરમાર અને તેમનો પરીવાર માંગરોળ પ્રસંગમાં ગયા હતો તે દરમિયાન તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા સહિત કુલ ૬૭૦૦૦ની ચોરી કરી ગયાની સી ડીવીઝન લીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.