શહેરની કોટ નજીક લાધા વાડામાં એક મહિલા કોરોના પોઝિટિવ જાહેર થયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે વધુ એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૦ પર પહોંચ્યો છે.
શહેરમાં કોર્ટ નજીક આવેલ નરસિહ મહેતા સ્કુલ સામે લંઘા વાડાની સ્ટાર મંજિલમાં રહેતા એક ૩૧ વર્ષીય મહિલાની તબિયત બગડતા તેણીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સેમ્પલ આવ્યા હતા ત્યારે ગત રાત્રીના આ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
જૂનાગઢમાં કોર્ટ નજીક આવેલ લંઘા વાડાની સ્ટાર મંજિલમાં મહિલાનો પોઝિટિવ રિપોર્ટ જાહેર થતાં, તંત્ર દ્વારા તેના પરિવારજનો અને આસપાસના લોકોની આરોગ્ય તપાસણી શરૂ કરી દેવામાં આવી છે, પાલિકા દ્વારા આ વિસ્તારને સેનીતાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, તો બીજી બાજુ આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અંગેની તપાાસ થઈ રહી છે. જૂનાગઢમાં વધુ એક મહિલા કોરોના પોઝિટિવ જાહેર થતાં આજ સુધીના કોરોના ના કુલ કેસોની સંખ્યા થઈ ગઈ છે ૩૦, તે પૈકી સજા થઈ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે ૨૫ દર્દીઓને, જ્યારે હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક્ટિવ કેસની સંખ્યા ૪ થઇ છે, અને અત્યાર સુધીમાં કોરોનાની બીમારીના કારણે ૧ મહિલાનુંં મૃત્યુ નિપજ્યું છે.