જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરરોજ એક નવો રાજનીતિક દાવપેચ આવતો રહે છે ત્યારે સંભાવના દેખાઈ રહી છે કે ભાજપ જ શાસન પર આવશે
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સુર્ખીઓમાં રહી છે. એવા સમયે આ વખત ટિકિટ ફાળવણીથી લઈ અન્ય સવાલો હોય જેમ કે કોંગ્રેસ પક્ષની રાજનીતિક પરિસ્થિતિ સાથે એનસીપી પક્ષ પણ આ વખત પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારી ચુકી છે. એવા સમયે રાજનીતિક પક્ષોમાં અવઢવ સો ભાજપ પોતાની જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવો અણસાર આવી રહ્યો છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભાજપનો ચહેરો પણ ખરડાઈ આવ્યો હોય તેવી પરિસ્થિતિ છેલ્લા પાંચ વર્ષના શાસકોએ કરી છે. ત્યારે ટિકિટ ફાળવણીમાં પણ ગાંધીનગરની કેબીનેટી લઈ સંગઠન અને રાષ્ટ્રીય સીટના નેતૃત્વને આ ટિકિટની ફાળવણીના સંબંધે વચ્ચે દખલ કરવી પડી હતી અને રાજકીય ઈતિહાસમાં ગુજરાતમાં પહેલીવાર ટિકિટ ફાળવણી માટે ત્રણ વખત કેબીનેટની મીટીંગ બોલાવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. સો જ જૂનાગઢ ભાજપમાં આંતરીક ગ્રુપેનીજમની પણ ક્યાંકને કયાંક એવી વાતો સામે આવી હતી. સાથે જૂનાગઢની સામાન્ય જનતા છેલ્લા પાંચ વર્ષના ભ્રષ્ટ શાસકોથી કંટાળી પણ ગઈ હતી એ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટોની રાહ પણ લોકોની ઉત્સુકતા વધારી હતી. જ્યારે આ વખતે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને છેલ્લી ધારાસભાની ચૂંટણી હારી ચૂકેલા મહેન્દ્રભાઈ મશરૂ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી ર્હયાં હોય ત્યારે લોકો ભાજપને જ ફરી એકવાર સત્તાપર લાવશે તેવી રાજકીય વિશેષજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી છે.
કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ભાજપની ઉમેદવારોની યાદી જ્યારે તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના મેયરપદના દાવેદાર તરીકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીને ઉમેદવારી કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવેલ. જ્યારે કોંગ્રેસની આંતરીક પરિસ્થિતિને જોતા અને કોંગ્રેસની આંતરીક ખેંચતાણને હિસાબે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ ભાજપના ભ્રષ્ટ શાસન સામે પ્રબળ દેખાઈ રહી હતી તે હાલ નબળી પડી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભીખાભાઈ જોષી દ્વારા પોતાની દાવેદારીને અસ્વીકાર કરી પોતાની રાજકીય કારકિર્દીને પતાવી નાખવા માટે રાજ્યનો કોંગ્રેસ પક્ષ તૈયાર યો હોય તેવી બીકને લીધે મેયરપદ માટે તેમણે ઉમેદવારીપત્ર ભર્યું નહોતું. પરંતુ જ્યારે ભીખાભાઈ જોષીની મેયરપદ તરીકે કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપ સંગઠન દ્વારા પણ દોડધામ મચી ગઈ હતી. આ વચ્ચે ભાજપ દ્વારા મેયરપદનો ચહેરો ગોતવો એ એક પ્રતિષ્ઠાનો સવાલ યો હતો. જ્યારે રાષ્ટ્રીય સ્તરી આ વાતને ગંભીરતાપૂર્વક લઈ ધીરૂભાઈ ગોહેલને મેયરપદના ચહેરા તરીકે પ્રસપિત કર્યા હતા. બાદમાં ભીખાભાઈ દ્વારા ફોર્મ ન ભરાતા છેલ્લા ત્રણ દિવસી જૂનાગઢના રાજકારણમાં બહુ મોટા ફેરફારો જોવા મળ્યા જેમાં કોંગ્રેસ પક્ષના ધુરંધરો ભાજપ પક્ષમાં જોડાવા માટે એક દોટ મુકી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસના સ્યોર કહી શકાય તેવા વોર્ડ નં.૩માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આવેલા અબ્બાસભાઈ કુરેશીની પરિસ્થિતિને લઈ અને આ પક્ષની અંદર કોંગ્રેસમાંથી એક જ ઉમેદવારી પત્ર આવે. આ ઉમેદવારી પત્ર ત્રણ બાળકોના નિયમના હિસાબે રદ્દ થયેલ અને ભાજપની વોર્ડ નં.૩ની પેનલ બિનહરીફ થઈ હતી. જ્યારે એવી પણ વાતો સંભળાઈ રહી છે કે, વોર્ડ નં.૯માં જ્યાં ભાજપના મેયરપદના દાવેદાર ધીરૂભાઈ ગોહેલ ચૂંટણી લડી રહ્યાં હોય. આ વોર્ડના બે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી દેતા કહી શકીએ કે, આ વોર્ડમાં પણ ભાજપ જીતશે. આ રીતે ભાજપ પોતાના ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પણ ક્યાંકને ક્યાંક જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ભાજપ બે તૃતિયાંસી વધુ સીટો સાથે વિજયી બનશે તેવી આશા દેખાઈ રહી છે.