પાન, માવા, બીડીના બંધાણીઓ દુકાનોએ ઉમટયા
જુનાગઢ જિલ્લા થતા શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે જેથી લોકોમાં લોકડાઉન થશે તેવો ડર જોવા મળી રહ્યો છે ત્યારે કરીયાણાંની દુકાન, સહિત વિવિધ માર્કેટમાં તો લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ સૌથી વધુ પાન, માવા, બીડીના બંધાણીઓ અને રિટેલરોની ભારે ખરીદી સોપારી, તમાકુ, બીડીની દુકાનો પર જોવા મળી રહી છે. જેેેેને
જો કે, હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકારે બેઠક યોજી હતી અને લાંબી ચર્ચાબાદ 20 શહેરોમાં નાઈટ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ લોકોમાં લોકડાઉન થશે તેવો ભય સેવાઈ રહ્યોં છે. બંધાણીઓ ગયા વખતે જે રીતે વ્યસન વગર દુ:ખી થઈ ગયા હતા અને આર્થિક રીતે લૂંટાયા હતા એ ઘડી ના આવે તે માટે અગાઉથી જ સ્ટોક કરી લેવા તલપાપડ બન્યા છે.
આ અંગે બંધાણીઓ જણાવ્યા મુજબ ગત વર્ષે લોકડાઉનના લીધે દુકાનો બંધ હતી. જો કે બાદમાં નિયમો અનુસાર ખુલ્લી હતી ત્યારે લાંબી લાઈનોમાં ઉભવું પડ્યું હતું છતાં પૂરતી વસ્તુ મળી ન હતી. અને તમાકુ, બીડીના કાળા બજાર થયા હતા અને એક બીડીની જુડી ના રૂ.200 અને તમાકુના નાના ડબ્બાના રૂ. 1000 આપવા પડ્યા હતા.
જો કે, તમાકુ સોપારીના રિટેઇલ અને હોલસેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત લોક ડાઉન બાદ બંધાણીઓએ ઘરે સોપારી, તમાકુ લઈ હાથ બનાવટના જ મસાલા ચાલુ કરી દેતા હવે માવા, મસાલાની રિટેઇલ દુકાનો પર ઘરાકી ઘટી હતી.