સામાજીક સમરસતા સમિતિની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય: તમામ સમાજ દ્વારા નાત-જાતના ભેદભાવ વગર સામાજીક સમરસતા માટે આહુતિ અપાશે

જુનાગઢ સામાજીક સમરસ્તા સમિતીની ગઇકાલે જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદીર ખાતે સિઘ્ધેશ્વર મહાદેવના સાનિઘ્યમાં બેઠક મળી હતી જેમાં વર્તમાન સમયમાં સનાતન હિન્દુધર્મની વર્તમાન પરિસ્થિતિને લઇ ચર્ચાઓ થઇ હતી. દરેક જ્ઞાતિ સમાજો અખંડ ભારત તેમજ સનાતન ધર્મનો પાયો છે. હિન્દુ સમાજ નાત જાત વાળા ભૂલી એકત્રીત થાય તેવા ઉમદા હેતુથી જુનાગઢના સામાજીક આગેવાન અને સામાજીક સમરસ્તાના સંયોજક ભાવેશ વેકરીયાની અઘ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું હતું.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર પવિત્ર ભારત ભૂમિ ઉપર હજારો વર્ષ પહેલા ઇશ્વર દ્વારા જે સનાતન હિન્દુ ધર્મનો અવતરણ થયો ત્યારે સમાજની અંદર કોઇ નાત જાતના ભેદભાવ ન હતા.

સમાજ સમા વચ્ચે પ્રેમ અને આત્મીયતા અનંત કાળ સુધી સ્થાપિત રહે તે માટે સમયાંતરે નાના મોટા કાર્યક્રમો દરેક સમાજ  જ્ઞાતિ સંપ્રદાય સાધુ સંતો અને સમાજ ઉઘ્ધારક દ્વારા થતા આવ્યા છે. વર્તમાન સમયમાં આપણા સર્વોની આ જવાબદારી છે ત્યારે આવાજ એક પ્રસંગ માટે આજરોજ જુનાગઢ નગરમાં રહેતા હિન્દુ સમાજના દરેક જ્ઞાતિઓના અગ્રણીઓ ની જવાહર રોડ સ્વામી મંદીર બેઠક પુર્ણ થઇ જેમાં નકકી મુજબ આવનારી તા. ર૭-૧ ને રવિવાર ના રોજ સવારે ૮ થી બપોરના ૧ર કલાક સુધી જવાહર રોડ સ્વામી મંદીરમાં આવેલ સિઘ્ધેશ્વર મહાદેવના સમરસતના ભોજન જેવા વિવિધ કાર્યક્રમ સાથે આ કાર્યક્રમને સામાજીક સમરસ ના મહાયજ્ઞ નામ આપવાનું નકકી કરવામાં આવેલ છે.

આ સામાજીક સમરસ્તા મહાયજ્ઞમાં સહકાર આપવા સામાજીક સમરસતા સમીતીના આયોજન ભાવેક વેકરીયા એ જાહેર અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.