ડી.એમ.સી.ના મૌખીક આદેશનો ઉલાળીયો કરી આરટીઆઈ કાયદાની ઐસીતૈસી કરતા કર્મચારીઓ
જૂનાગઢ મહાનગરપાલિકામાં કર્મચારીઓ અધીકારીઓને ગાંઠતા નથી ડી.એમ.સી.ના મૌખીક આદેશ નો ઉલાળીયો કરી મનમાં આવે તેવા નીયમો કાયદો હોય તેવુ માની લય છઝઈં કાયદાની ઐસી તૈસી કરતા થયા છે તેવો અનુભવ હાલ જાગૃત નાગરિકો ને થય રહ્યો છે
જૂનાગઢ શહેરના જાગૃત નાગરિક જીજ્ઞેશભાઈ મારુ દ્વારા ગત તા. ૧૬ ઓક્ટોમ્બરના રોજ મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાંથી માહિતી માંગવામાં આવેલ હતી કે મહાનગરપાલિકાની હદમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની ગ્રાન્ટ માંથી કેટલા એલ.ઈ.ડી / એલ.સી.ડી ટીવીની ખરીદી કરવામાં આવી છે તેના બીલો સહિત સંપૂર્ણ માહિતી ખરી નકલમાં આપવી એ પ્રકારની માહિતી જીજ્ઞેશભાઈ દ્વારા માંગવામાં આવેલ હતી. તેના જવાબમાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ૧૬ નવેમ્બરના રોજ અરજદારને લેખિત જાણ કરી જણાવેલ કે આપે માંગેલ માહિતીના કાગળોની રકમ ૧૨ રૂ. થાય છે તે રકમ દસ દિવસમાં મહાનગરપાલિકામાં જમા કરવાથી માહિતી આપવામાં આવશે.
જેથી અરજદાર દ્વારા આજરોજ મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં ગયેલ પણ ત્યાંથી જણાવવામાં આવ્યું કે એકાઉન્ટ શાખામાં ૧૨ રૂ. જમા કરવાના છે જેથી અરજદાર એકાઉન્ટ શાખામાં ગયેલ તો ત્યાં હાજર પરના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે આરોગ્ય શાખામાં લખવી આવો કે અરજદારના ૧૨ રૂ. સ્વીકારવા એટલે અરજદાર ફરી પાછા આરોગ્ય શાખામાં ગયેલ તો ત્યાં હાજર પર રહેલ કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે તો આ અત્યારે નહિ થાય તે તો સાહેબ આવે ત્યારે થાય જેથી અરજદાર ડે. કમિશનરને રજુઆત કરે છે.
જેથી ડે. કમિશનર દ્વારા પોતાના પીએને સૂચના આપવામાં આવે કે લગતા વિભાગના કર્મચારીને બોલાવી અરજદારનું કામ તાત્કાલિક પતાવવામાં આવે જેથી પીએ દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીને બોલાવી સૂચના આપવામાં આવેછે કે અરજદારને અરજીમાં લખી આપો કે ૧૨ રૂ. સ્વીકારવા પણ આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે મને મારા શાખા અધિકારી સાહેબની સૂચના છે કે મને પૂછ્યા વગર માહિતીની અરજીઓ લેવી નહીં અને સહીઓ કરવી નહી જેથી આ થય શકશે નહીં આવુ રોકડુ પરખાવતા અરજદાર તેમજ કર્મચારી સ્તબ્ધ થય ગયેલ જોકે સામાન્ય માણસોને આવા કર્મચારી ઓના કારણે ઘણુ સહન કરવાનો વારો આવે છે અને બીજી તરફ સરકારી કચેરીઓની છાપ ખરડાય રહી છે