ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરુદેવનું આજે બુધવારે સાંજે ૮:૩૦ કલાકે રાયજીબાગ ખાતે કોમ્યુનિટી હોલમાં સુખની શોધમાં વિષય પર પ્રવચન યોજાશે. જયારે તા.૭ને ગુરુવારે સવારે ૮ કલાકે જગમાલ ચોક ખાતે જૈન ભવનમાં મંગલપ્રવેશ અને ૯ કલાકે સમુહ ભકતામર અને ૯:૩૦ કલાકે એકશન ટુ રીએકશન વિષય પર પ્રવચન યોજાયેલ છે. જયારે આજે તા.૬ને બુધવારે સવારે ૯ કલાકે સવિતાબેન પ્રાણલાલ પંચમીયા પ્રેરિત વડીલ વંદના ગૃહ ખાતે પ્રવચનમાં પૂ.ધીરગુરુદેવે જણાવેલ કે, વૃદ્ધાશ્રમમાં મોકલનાર પરિવારજનનો દોષનથી. પોતાના કર્મના ઉદયે બન્યું છે. તેવી વિચારણા કરવી. તેમજ જીવનમાં ન રડો, ન નડો ના સુત્રને આત્મસાત કરવું જરૂરી છે. મુખ્યદાતા પરીવારનો અને દર વર્ષે ૨-૩ મહિના વસતા અશ્વીનભાઈ અને સરોજબેન પંચમીયાનું મોમેન્ટોથી સન્માન શોભાએ કરેલ. વડીલોએ ભકિતગીતોથી ભાવસભર વાતાવરણ બનાવ્યું હતું.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી