રૂ. ર લાખના રૂ.૩.૫ લાખ આપવા છતાં વધુ રકમની ઉઘરાણી કરતા ત્રણ સામે નોંધાતો ગુનો

જૂનાગઢના માણાવદરમાં વધુ એક યુવક વ્યાજના વિષચક્રમાં ફસાતાં પોલીસના શરણે ગયેલ છે અને ૭ ટકા વ્યાજે રૂપિયા બે લાખ લીધા બાદ સાડા ત્રણ લાખ ચૂકવી દીધેલ હોવા છતાં મકાનના દસ્તાવેજ કરાવી લઈ વધુ રૂપિયા અને મકાન પડાવવા મકાન ખાલી કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

માણાવદરના બહારપુરામાં રહેતા સંજયભાઈ જેરામભાઈ પંચોલી નામના યુવકે પોતાની બા અને પરિવારજન ની સારવાર સારવાર માટેે રૂપિયાની જરૂર પડતા માણાવદરનાાા રઘુવીરપરામાં રહેેતા ભરતભાઈ હાજાભાઈ જાડેજા પાસેથી સાત ટકાના વ્યાજે રૂપીયા બે લાખ લીધેલ અને સંજય ભાઈ તથા સાદેદના હવાલાના મકાનના દસ્તાવેજ બે લાખ રૂપીયાના બદલામાં આપેલ હતા. જો કે, સંજય ભાઈએ બાદમાં રૂપીયા બે લાખ તથા વ્યાજના રૂપીયા દોઢ લાખ ભરતભાઈ જાડેજાને આપી  દીધેલ હતા. આમ છતા ભરતભાઈ નાા કહેવાથી જૂનાગઢનાા અરશીભાઈ ભાયાભાઈ ઓડેદરાએ સંજયભાઈને ફોન કરી રૂપીયા રૂપીયા ત્રણ લાખ નેવુ હજારની માંગણી કરેલ હતી તથાા સંજયભાઈ તથા સાહેદને વિશ્વાસમાં લઈ વ્યાજ ઉપરના પૈસાની અવેજીમાં આપેલ મકાન મુકત કરવાના અંગેનુ કહી, માણાવદરના દેવાભાઈ સવાભાઈ ઓડેદરાના નામે મકાનનો ખોટો દસ્તાવેજ કરી લીધેલ.

આટલેથી પણ નહિ અટકી અરશીભાઈ ભાયાભાઈ ઓડેદરાએ  જાનથી મારી નાખવાની ધમકી આપી,  રૂપીયા કઢાવવા માટે માનસિક રીતે હેરાન પરેશાન કરી રૂપીયા બદલામાં ફરીને મકાન ખાલી કરવાની ધમકી

આપી હતી.અંતે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા માણાવદરના યુવક સંજયભાઈ જેરામભાઈ પંચોલીએ ભરતભાઈ હાજાભાઈ જાડેજા, અરશીભાઈ ભાયાભાઈ ઓડેદરા તથા દેવાભાઈ સવાભાઈ ઓડેદરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રજીસ્ટર લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.