જિલ્લામાં તા. 10 ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા
જૂનાગઢ તા. 28 કોરોના વાયરસ કોવિડ-19 મહામારી અંતર્ગત તંત્ર દ્વારા આગામી તા. 10/10/2021 સુધી જૂનાગઢ જિલ્લાના નાગરિકો માટે જરૂરી નિયંત્રણો દિશા નિર્દેશો જારી કરાયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી દરમિયાન રાત્રીના 12 કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં નવરાત્રી ગરબા, દુર્ગા પુજા, શરદ પૂર્ણિમાં, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે.જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર રચિત રાજે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી દરમિયાન રાત્રીના 12 કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં નવરાત્રી ગરબા, દુર્ગા પુજા, શરદ પૂર્ણિમાં, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. આ સમયગાળા દરમિયાન દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી, બજાર હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારીક ગતીવીધી ચાલુ રાખી શકાશે.
રેસ્ટોરન્ટ રાત્રીના 10 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ 400 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે
DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા, દફનવિધી માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, બેસણું, સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રીત થઇ શકશે.
લાઇબ્રેરી 75 ટકા ક્ષમતા સાથે, પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ 100 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકાની કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક, સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. જયારે સ્પા સેન્ટર બંધ રહેશે. ધોરણ 9 થી પોષ્ટ ગ્રેજયુએટ સુધિના કોચીગ સેન્ટરો અને ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકા વિધાર્થીઓ સાથે શરૂ કરી શકાશે.