અબતક, દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાતા શહેરીજનોમાં ચિંતાનો વધારો થયો છે. બીજી બાજુ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લામાં 38 ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે અને 193 લોકોને કોરોંતાઈન કરી દેવામાં આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 46 કેસ સામે આવતાં જાણે કોરોના એ જૂનાગઢમાં મુકામ કર્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, ગઇકાલે શહેરના 30 લોકો પોઝિટિવ જાહેર થયા છે, જ્યારે જિલ્લામાં બે મળી જિલ્લાના કુલ 32 લોકો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
મંગળવારે જિલ્લામાં કુલ 12 કેસ પોઝિટિવ નોંધાયા હતા, જેમાંથી 8 કેસ માત્ર જુનાગઢ શહેરના હતા જ્યારે બીજા દિવસે બુધવારે પણ શહેરમાં 8 કેસ નોંધાયા છે, અને ગઈકાલે એક સાથે 30 કેસ પોઝિટિવ નોંધાતા છેલ્લા 3 દિવસોમાં કુલ 46 લોકો કોરોના પોઝિટિવ જાહેર થતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે.
જો કે, ગઈકાલે કોરોનાની સારવાર લઈ રહેલા 20 લોકોને ડિસ્ચાર્જજ કરવામાં આવ્યા છે, બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે એક જ દિવસમાં કુલ 12,706 ને કોરોના વેકિસનેશન કરાયુ હતું.