જૂનાગઢમાં રવિવારે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી વખતે કવરેજ કરવા ગયેલ ઈલેકટ્રોનિકસ ચેનલના કેમેરામેન પર પોલસે લાફા અને લાઠીથી કરેલા હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રના મીડિયાકર્મીઓનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ત્યારે જસદણના પત્રકાર હુસામુદીન કપાસીએ આ ઘટનાને શરમજનક ગણાવી જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માંગણી કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશો આપ્યા હોવાનું જાણવા મળેલ છે. અને જૂનાગઢમાં પોલીસ કચેરીમાં સૌરાષ્ટ્રના પત્રકારોએ ધરણા પણ શરૂ કરી દીધા છે.