ફરજ દરમિયાન યુવક પર એક શખ્સે છરી બાર ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચડતા રાજકોટ ખસેડાયા બાદ મોત
ગણતરીની કલાકોમાં જ પોલીસે હત્યારાને દબોચી લીધો
જૂનાગઢમાં ફરી એક હતી એની ઘટના સામે આવતા ચર્ચા નથી જવા મામી છે. ગઈકાલે જ માણાવદરમાં પ્રેમ પ્રકરણ બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી ઘટના સામે આવી હતી ત્યાં ફરી હત્યાની ઘટના બનવા પામી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં મધરાતે પેન્ટ્રી વિભાગમાં સુતેલા કર્મચારી ઉપર હોસ્પિટલના સહકર્મચારીએ અંગત અદાવતમાં છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોધાયો છે. પૂર્વ કર્મચારીએ યુવકને છરીના ઘા મારતાં તેને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ જુનાગઢ સિવિલ ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો આજે બપોરના સમયે મોત નીપજતા આરોપીને પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ અટકાયત કરવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અરવિંદભાઈ જેઠવા રાત્રે પેન્ટ્રી વિભાગમાં સુતા હતા ત્યારે તેની સાથે કામ કરતો અતુલ પરમાર નશાની હાલતમાં છરી સાથે ધસી આવ્યો હતો અને તેમના પર છરી વડે હુમલો કરી જમણા હાથ અને પેટના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દેતા અરવિંદભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી ફરજ પરતા નીખીલભાઈ સોલંકી અને તબીબો-નર્સીગ સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજા ગ્રસ્ત અરવિંદભાઈ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે હુમલો કરનાર અતુલ પરમાર નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલીક સારવાર આવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે મૃતક અરવિંદભાઈ જેઠવાનાં પુત્ર કલ્પીતભાઈ અરવિંદભાઈ જેઠવા એ અતુલ પરમાર વિરૂદ્ધ અંગત અદાવતમાં ખૂન કર્યાની ફરિયાદ નોંધાવતાએ ડિવિઝન પોલીસે પ્રથમ હત્યાની કોશિષ બાદ ખુનની કલમનો ઉમેરો કરી આરોપી અતુલ પરમારને સંકજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ મામલાની વધુ તપાસ પી.આઈ.જાદવ કરી રહ્યા છે.