જૂનાગઢ શહેરના ૧૮ સહિત જૂનાગઢ જિલ્લાના ૩૬ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૮ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જુનાગઢ ગ્રામ્યના ૨, કેશોદના ૧, માળિયા હાટીનાના ૧, માણાવદરના ૧, મેંદરડાનાં ૧, માંગરોળના ૧, વંથલીના ૪ અને વિસાવદરના ૭ વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં ૧૮ સહિત જિલ્લામાં ૩૬ કોરોનાગ્રસ્ત
Previous Articleચારધામને ‘શ્રધ્ધા’થી ભરી દેવા મોદી સરકાર તત્પર
Next Article રામોદના ઉપસરપંચને ડીડીઓએ કર્યા સસ્પેન્ડ