કોઇપણ કાર્યક્રમ વખતે ચોકકસ કાર્યકર્તાઓની ચવગણના જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પદભાર સંભાળ્યો ત્યાર પછી લગભગ તરત તેમની સામે સીઘ્ધો અને આડકતરો વિરોધ શરુ થવા પામ્યો છે. આગમાં જાણે ઘી હોમાયું હોય વિનુ અમીપરાની વરણી બાદ કોંગ્રેસી કાર્યકરોમાંજુથવાદ સપાટી પર જોવા મળ્યો છે. ગઇકાલે કોંગ્રેસની મળેલી કારોબારીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરોને ન બોલાવાતા શહેર પ્રમુખ અને ધારાસભ્ય સામે રોષ ભભૂકયો હતો.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ મહાનગર કોંગ્રેસની કારોબારીની બેઠક ગઇકાલે મળી હતી પરંતુ બેઠક મળે એ પહેલા જ મનપાના કોંગ્રેસના કોર્પોરેટર હુસેનભાઇ હાલાની આગેવાની હેઠળ કુર્દુશાભાઇ મુન્શી, અરજણભાઇ કારાવદરા, મંજુલાબેન પરસાણા, દિનેશભાઇ કેશવાળા, ગીતાબેન સોલંકી અને સવિતાબેન પરમાર તેમજ હોદેદારો દિલીપ ગલ, શહેર ઉ૫પ્રમુખ હરેશભાઇ વ્યાસ, હારુનભાઇ ભટ્ટી, કાંતાબેન દુદકીયા, લલીતાબેન ઉપાઘ્યાય, શાહરુખ શીખ, હમીદાબેન ખલીયા વગે.રે તેમના સમર્થકો સાથે સાંજે પ કલાકે કોંગ્રેસ કાર્યાલયે એકઠા થયા હતા.
અને વાતની જાણ થતતાં પ્રદેશમાંથી આવેલા જુનાગઢ શહેરના પ્રભારીઓ અનીરુઘ્ધસિંહ ગોહીલ, ભાવનગર જીવનભાઇ કુંભારવાડીયા (જામનગર) અને કાજલબેન લાખાણી -વેરાવળ કોંગ્રેસ કાર્યાલયે આવી પહોચ્યા હતા. જયાં આગેવાનો એ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. હુસેનભાઇએ એવો આક્ષેપ કર્યો હતો.
કે વર્તમાન પ્રમુખ વિનુભા અમીપરા અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ કોંગ્રેસના બે ભાગ પાડી નાખ્યા છે.અમે ચુંટાયેલા કોર્પોરેટરોને કયાંય આમંત્રણ નથી અપાતું વિધાનસભામાં અમારા વોર્ડમાંથી ૬ હજારથી વધુ મતોની લીડ ભીખાભાઇને અપાવી હતી છતાં અમારી સાથે આવું વર્તન રાખે છે.
અને કોંગ્રેસ કેમ તુટે એની પેરવી કરે છે. અમને શકિત ગ્રુપમાંથી પણ અળગા રાખ્યા છે. અમારા વોર્ડમાં મતદારો બનાવવાની કામગીરીથી પસ અમને આધા રાખ્યા છે તો ધારાસભ્યમાં સૌથી વધુ લીડ અપાવનાર વોર્ડ નં.૧૦ ના રાજુ સોલંકીએ એવો આક્ષેપ મૂકયો હતો કે અમે સૌથી વધુ ૬૮૦૦ મતોની લીડ આપી હતી.
છતાં અમારે સાથે આવું વર્તન કરે છે. આપી વિનુ અમીપરાને પ્રમુખપદે થી કાઢવામાં આવે એવી માંગણી કરી છે. આગામી કોર્પોરેશન તેમજ લોકસભાની ચુંટણી માટે હાલમાં થયેલું આ ડેમેજ કોંગ્રેસ માટે આકરા સંકેત આપી રહ્યું છે. વિનુ અમીપરાની વરણીથી જ શરુ થયેલા તેમનો વિરોધ તેમજ નાના કે મોટા કાર્યકર્તાઓની અવગણના પક્ષને કેટલી ભારે પડે છે તે તરફ સૌની નજર છે.