પિતા-પુત્ર વિરુઘ્ધ ફરજ રૂકાવટનો નોંધાતો ગુનો
અબતક, દર્શન જોશી
જુનાગઢ
જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે ફરજ બજાવતા પોલીસ મેને એક મોટરસાઇકલ સવારને રોકતા મોટરસાયકલ સવાર પિતા-પુત્ર એ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી, લાફા ઝીંકી દઇ, ગર્ભિત ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવતા જૂનાગઢ શહેરમાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ એ ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભાયા ગઈકાલે સાંજના 7 વાગ્યાના અરસામાં આઝાદચોક પાસે ગર્લ્સ હાઇસ્કુલ સામે પોતાની કાયદેસરની ફરજમાં હતા તે દરમ્યાન શહેરના જગમાલ ચોક નજીકના સુગમ એપાર્ટમેંન્ટ બ્લોક નં. 302 માં રહેતા યસ પ્રતાપભાઇ વડાગામા (ઉ.વ 24) અને પ્રતાપભાઇ રતીલાલ વડાગામા (ઉ.વ. 52) નામના બે આરોપીઓ ડબલ સવારી મો.સા.માં મોઢે માસ્ક બાધ્યા વગર નિકળતા પોલીસ કર્મીએ તેઓને રોકાવતા બન્ને પિતા-પુત્ર એ પોલીસ કર્મીને ગાળો ભાંડી ઝપાઝપી કરી પોલીસ કર્મીને મોઢાના ભાગે તથા કાન પાસે બે ત્રણ લાફા મારી, ગર્ભીત ધમકી આપી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.