કબસ્તાનની ઓરડીમાં આચરેલા દુષ્કર્મનો ભાંડો અઢી માસ બાદ ફુટયો
અબતક, દર્શન જોશી જુનાગઢ
જૂનાગઢ શહેરમાં સમાજને લાંછનરૂપ એક ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે તેની 15 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરી, જાતીય સતામણી કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે આ નરાધમ સાવકા બાપ ઉપર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. બીજી બાજુ પોલીસે આ નરાધમ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના ગોધાવાવની પાર્ટી વિસ્તારમાં રહેતા હાજીભાઇ નુરમહમદભાઇ હિંગોરજા નામના શખ્સે પોતાની 15 વર્ષ અને 7 માસની ઉંમર ધરાવતી સગીર વયની સાવકી પુત્રી સાથે જાતીય સતામણી કરી, સગીરાની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ખુદ સગીરાએ તેના સાવકા પિતા હાજીભાઇ નુરમહમદભાઇ હિંગોરજા સામે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે સાવકા પિતા વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માત્ર 15 વર્ષ અને 7 માસની આયુ ધરાવતી આ સગીરા ઉપર તેના સાવકા પિતાએ પોતાના ઘરે આજથી સાતેક માસ પહેલા આ કૃત્ય આચર્યા બાદ વારંવાર સગીરા સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે ત્યારે આ નરાધમ શખ્સ સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે અને પોલીસે આ ગંભીર બાબતની ફરિયાદ નોંધી, સગીરાની મેડિકલ તપાસ સાથે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.