કારોબારી બેઠક દરમિયાન થઇ રાજકીય ઉથલપાથલ
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઇકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મીટીંગ રાખવામા આવેલ હતી, જે તકે પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કોર્પોરેટર મંજુબેન પરસાણાની હાજરીમાં ૧૪ ભાજપના મહિલા સભ્યોએ ભાજપને રામ રામ કરી, કોંગ્રેસનો ખેસ ધારણ કરી, કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપને રામ રામ કરી કોંગ્રેસના જોડાયેલા રાબડીયા રેખાબેન હંસરાજભાઇ, વોરા પારૂલબેન સવજીભાઈ, રાદડિયા રમાબેન વી., બુટાણી જયશ્રીબેન પી., હંસાબેન ભાનુભાઇ પાનસુરીયા, જીગુબેન ધીરુભાઈ વઘાસિયા, શિલ્પાબેન વીરલભાઈ વર્ણગર, હીનાબેન અતુલભાઈ બુટાણી, પૂનમબેન એ પટોડીયા, ભાવનાબેન કાંતિભાઈ ઢોલરિયાની, હંસાબેન ડી પતોડિયા, જુલીબેનન યુ તંતી, કોમલબેન એન નાઢા તથા રેખાબેન બી જોશીને શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કોર્પોરેટર મંજુબેન પરસાણા સહિતના મહિલા અગ્રણી ઓએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.