તહેવારોની સિઝન આવતા સોનાની ખરીદીનું પ્રમાણ વધશે
જુલાઈ માસમાં સોનાની આયાતમાં ઘરખમ વધારો થયો છે. સોનુ હાલ ૩૦ હજારને આંબી ગયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧.૦૪ મેટ્રીક ટન સોનુ આયાત થયું હતું અને તે સમયે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૨૯,૭૦૦ હતી. ૩ ટકાના જીએસટી કર સાથે. આ અંગે વધુ જણાવતા જવેલર મનોજ સોનીએ કહ્યું કે, સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જુલાઈ માસ બાદ સોનુ ખરીદીમાં વધારો થશે તેવી આશા છે.
વધુ એક જવેલર્સે જણાવ્યું કે, આગામી મહિનામાં તહેવારો આવી રહ્યા છે તે સાથે જ લગ્ન સિઝન અને દિવાળીમાં પણ લોકો સારા પ્રમાણમાં જવેલરી ખરીદે છે અને આ સિઝનમાં ગ્રાહકોને કિમેકિંગ ચાર્જિસ પર ડિસ્કાઉન્ટ આપી ખરીદી કરવા માટે પ્રેરાય છે અને માટે જ તેઓ જયારે ભાવ ઓછા હોય અને તહેવારોની સિઝન હોય ત્યારે સોનાની ખરીદી કરે છે.