અબતક, ધર્મેશ રબારી, ધ્રાંગધ્રા

ઝાલાવાડ પંથકમાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદના લીધે કપાસના પાકને નુકશાન થયુ હોવાનુ નજરે પડી રહ્યુ છે જેમા ઝાલાવાડ પંથકના ધ્રાંગધ્રા, વઢવાણ, મુળી, થાન, ચુડા સહિતના તાલુકામાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા દરરોજનો આશરે અડધા થી અઢી ઈંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમા નદી નાળા અને વોંકળા છલકાયા હતા જેના લીધે ખેતરોમા પણ પાણી ભરાયા હતા. આ તરફડતો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે કપાસનો પહેલો ફાલ ઉતારવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાવાની કપાસના પ્રથમ ફાલને નુકશાન થયુ છે અને મગફળીનો તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોના મોઢામાં આવેલો કોડીયો છીનવાઈ ગયો જેથી ખેડુતો માટે ભાદરવનો વરસાદ કપાસના વાવેતરને નુકશાન પહોંચાડતા ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.