પરપ્રાંતીય મહિલાને ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી:પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હત્યારાને ઝડપી લીધો
અબતક, કરણ બારોટ
જેતપુર
જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. નિર્દયતાની હદ વટાવી ચૂકેલા પતિએ હત્યા કર્યા બાદ નાસી છૂંટેલા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગતો મુજબ જેતપુરનાં રબારીકા રોડ ઉપર આવેલ મહાદેવ ફિનસિંગ કારખાનાં માં કામ કરતા ફરિયાદી સત્યેન્દ્રકુમાર સીતારામ રામધની રામ જાતે.ચમાર (અનુ. જાતિ) મૂળ રહે. કીલની,તા.ચાંદ, જી,કેમુર ભબુઆ (બિહાર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં અલગ અલગ જગ્યા એ રહી મજુરીકામ કરૂ છુ .જેથી ગુજરાતી ભાષા સારી રીતે સમજુ છુ .
અને છેલ્લા ત્રણેક વર્ષથી મહદેવ ફીનીસીગ નામના કારખાનામાં કામ કરૂ છુ,સાથે કારખાનામાં મારા કુટુંબી કાકાની દીકરી મનીષા ત્રીલોકીરામ ચમાર ઉ.વ 19 પતિ ત્રીલોકીરામ છોટુરામ ચમાર રહે. શબાજપુર , ધાના- મોહનીયા ,કૈમુર ભભુઆ , વાળા સાથે છ એક મહિનાથી કામ કરે છે જેમા ત્રીલોકીરામ કારખાનામાં કામ કરે છે તથા તેની પત્ની મનીષાકુમારી કારખાનામાં કામ કરતા મંજુરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી બન્નેના લગ્ન દોઢ વર્ષ પહેલા અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયેલ હતા અને તેમને સંતાન નથી અને છેલ્લા ઘણા સમયથી આ ત્રીલોકીરામ તેની પત્ની મનીષા પર ચારીત્ર્ય બાબતે શું કા કરી મારકુટ કરતો હતો મજુરો જેતપુર ગામમાં ગરબી જોવા માટે ગયેલ હતા ત્યારે આ ત્રીલોકીરામ કે તેની પત્ની મનીષા ત થા તેની સાથે રસોઈ કામ કરતી ઇંદુબેન વા/ઓ અરવીંદ ગરબો જોવા માટે ગયેલ નાં હતા અને રાત્રીના અગીયારેક વાગ્યા ની આસપાસ અમે પરત કારખાને આવતા ત્યાં જમવાનુ તૈયાર પડેલ હતુ જેથી અમે લોકો સાથે જમી લીધેલ અને ત્યાર બાદ સુવા ગયેલ એ વખતે ઓરડીનો દરવાજો બંધ હતો
ત્યારબાદ જમીને અમો બધા મજુર કારખાનામાં સુઇ ગયેલ અને સવારે સાડા છ એક વાગ્યે કારખાનામાં રસોઇનુ કામ કરતા ઇદુબેન વા / ઓ અરવીંદ જે પણ બીહારના છે તે અમે સુતેલ હતા ત્યાં આવેલ અને મને જગાડી વાત કરેલ કે ત્રીલોકીરામની ઓરડી બહારથી બંધ હતી જેથી રસોઇ કરવા માટે ઓરડી ખોલી જોતા ત્રીલોકીરામની પત્ની મનીષા એકલી પડેલ હતી જેને જગાડતા જાગેલ નહી અને તેને કાઇક થઇ ગયેલ હોય તેવુ લાગે છે અને ત્રીલોકીરામ હાજર નાં હોઈ જેથી કારખાનાના મજુર રામઅવધ તથા ઠેકેદાર રણજીત કે જે ત્રીલોકીરામનો સગા બનેવી થાય છે તેમજ સુનિલભાઇ એમ અમો બધા આ ત્રીલોકરામની ઓરડીએ ગયેલ અને જોયેલ તો મારી કુટુંબી બહેન મનીષાકુમારી નીચે તેની પથારીમાં પડેલ હતી અને તેને જગાડતા જાગેલ નહી અને શ્વાસ પણ લેતીનાં હોય જેથી આ વાતની જાણ અમારા કારખાનાના માલીક ચીરાગભાઈ જમનભાઇ શીંગાળાને કરેલ અને તેઓ આવતા તેમણે આ વાતની પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી .
તે દરમ્યાન આ ત્રીલોકીરામની આજુબાજુમાં તપાસ કરતા ક્યાય મળેલ નહી અને થોડી વારમાં આ ત્રીલોકીરામે મને ફોન કરી કહેલ કે મે જ મનીષાનુ ગળુ દબાવી દીધેલ છે . તમારે જે કરવુ હોય તે કરો મારે હવે તેનું મોઢું પણ જોવુ નથી તેમ કહી ફોન મુકી દીધેલ જેથી આ બનાવ બાદ કારખાનાના સી.સી. ટી.વી. જોતા આ મનીષાનો પતિ ત્રીલોકીરામ રાત્રીના આશરે સવા બે વાગ્યાની આસપાસ તેની ઓરડીએથી ભાગી ગયેલ નુ જોવા મળેલ હતુ . બાદ અમારા શેઠ આવી ગયેલ હોય આ મનીષાકુમારીને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ડોક્ટરે મનીષાકુમારી મરણ ગયેલનુ જણાવેલ અને તેની મોત ત્રળુ દબાવવાથી શ્વાસ રૂંધાઇ જવાના કારણે થયેલ પ્રાથમિક જણાવેલ જેથી મારી કુટુંબી કાકાની દીકરી બહેન મનીષાકુમારી પર તેના ચારીત્ર્ય બાબતે શંકા કરી તેની સાથે માથાકુટ કરી મારી નાખવાના ઇરાદે તેનુ ગળુ દબાવી દઇ મોત નીપજાવી હત્યા કરી નાશી ગયેલ હોય ફરિયાદ નોંધાવતા જે ફરિયાદને આધારે જેતપુર પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી
જેતપુર સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી પતિને ઝડપી લીધો છે અને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.