યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો: પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી

 

અબતક,રાજકોટ

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા સ્ટુડીયો સંચાલક યુવાને પોતાની દુકાને મુજકામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે તેને મિત્રતાના દાવે મિત્રને 20 લાખ રૂપીયા આપ્યા હતા જે મિત્રએ પરત ન આપતા તેને મેસેજ કરી નોટ લખી આ પગલુ ભર્યાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર રહેતો અને મુજકામાં સ્ટુડિયો ધરાવતા અભિષેક દીપકભાઈ કામલીયા ઉ.26 નામના યુવાને ગઈકાલે બપોરનાં તેના મીત્ર અભી કામલીયાને મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતુ કે દુકાને મે આપઘાત કરી લીધો છે. હવે કાંઈ ભેગુ થાય તેમ નથી તેવું કહી ઝેરી દવા પી લીધી હતી આ મેસેજ તેના મિત્રએ બે કલાક બાદ જોતાં તે દુકાને દોડી ગયો હતો. અને તેને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જાણવા મળ્યું હતુ કે ત્રણેક વર્ષ પૂર્વે યુવાને તેના મિત્ર સિધ્ધરાજ ભુપત સાકરીયાને મિત્રતાના દાવે ઉછીના પૈસા 20 લાખ રૂપીયા આપ્યા હતા બાદ તે પૈસા પરત માગતા સિધ્ધરાજે હાથ ઉંચા કરી લેતા યુવાને આ પગલુ ભર્યું છે. હાલ યુવાન સારવારમાં છે અને અર્ધબેભાન હોવાથી તેનું નિવેદન લઈ શકાયું ન હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.