વિશ્ર્વ કલ્યાણ માટે આખી રાત ઇબાદત કરી
જસદણ દાઉદી વ્હારો સમાજ દ્વારા રમઝાન માસ અંતર્ગત ગઇકાલે ૨૩મી રાતની ઘેર બેઠા ઉજવણી કરવામાં આવી હતી. સથો સાથ ૫૩મા દાઇ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિન સાહેબનો ૭૭મો જન્મદિવસ પણ હોઇ તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે આખી રાત જાગરણ કરી બંદગી કરવામાં આવે છે. હાલમાં કોરોનાને કારણે લોકડાઉન હોઇ ઘરે રહીને ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાનો ઝડપથી ખાત્મો થઇ તે માટેની બંદગી પણ કરવામાં આવી હતી.