સામાજીક કાર્યકર રાજેશભાઈ પરમારે અનેક પ્રશ્ર્નો ઉઠાવ્યા.
જસદણમાં આગામી તા.૨૨ને ગુરૂવારના રોજ ભાજપ દ્વારા એક સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાય રહ્યો છે. ચૂંટણી હોવાથી જસદણમાં કેન્દ્રથી માંડી ગ્રામ પંચાયતના નેતાઓ પધારવાની પત્રિકા ગામડાઓ સુધી પહોચી ગઈ છે. અને જનમેદની કરવા પણ કાર્યકરોને જ્ઞાતિવાઈઝ ટાર્ગેટ અપાયો છે. ત્યારે જસદણ દલીત સમાજના કાર્યકર રાજેશ બાવાભાઈ પરમાર (વકિલ)એક જુથ અંદાજમાં કહે છે કે જસદણમાં પહેલા સરકારી હોસ્પિટલ ૫૦ બેડની બનાવી આપો દર્દીઓને સારવાર લેવા અમદાવાદ, રાજકોટ જવું પડે છે.
એસ.ટી. ડેપોનો ગ્રેડમાં વધારો કરો ડી.એસ. વી.કે હાઈસ્કુલને ટ્રસ્ટના મજબુતી પંજામાંથી છોડાવો પ્રજાની મિલ્કત છે તેને સરકાર જ ચલાવી સુવિધા વધારે મોટાભાગની સરકારી કચેરીઓમાં વહીવટની ભાષામાં કામ થાય છે તે બંદ કરાવો રેલવે તો આવનારી પેઢી જોઈ શકે કદાચ પણ હાલ રેલવેનું મકાન પડતુ અટકાવે શહેરમાં જયા ભૂગર્ભ ગટર નથી ત્યાં ભુગર્ભ ગટર ખોદાવે.
ભૂર્ગભ ગટરના નબળા કામ પ્રત્યે જવાબદારો સામે પગલા ભરે ભાદર નદીમાં કચરો સાફ કરાવી તેની ઉંડાઈ વધારે શહેરમાં નગરપાલીકા ગૌચર અને મામલતદારના તાબા હેઠળ આવતી તમામ જમીનો પરના દબાણો દૂર કરી તેની પર ફેન્સીંગ કરો જેથી અબજો રૂપીયાનો તંત્રને ફાયદો થાય પાર્કિંગ વગરના શોપીંગ સેન્ટરોને મંજુરી આપનાર અને તેના માલીકોને જેલના સળીયા પાછળ ધકેલો શહેરમાં ટ્રક અને ખાનગી બસોને અલગ સ્ટેન્ડ આપો જેથી ભવિષ્યમાં લોકોને નડતરરૂપ ઓછા થાય.
પાર્કિંગનું ભાડુ તેમની પાસેથી વસુલ કરો ખાનપર રોડ મેઈન બજારમાં દબાણો દૂર કરો જસદણ નગરપાલરીકામાં વ્યાપક પણે થતો ભ્રષ્ટાચાર અટકાવી શૌચાલય કૌભાંડના આરોપીઓને સજા કરો નવા બાંધકામોમાં ટેબલ ટેબલ એ વહીવટ કરવો પડે છે. તે બંધ કરો હાલના ચીફ ઓફીસર અણધડ નિયમ વગર વહીવટ કરે છે.તેની બદલી કરી નવા ચીફ ઓફીસરની નિમણુંક કરો ત્યારે જ તમારા સ્નેહમિલનને અર્થ સરશે અને ત્યારે જ લોકો તેમને મત મળશે એવી રાજેશ બાવાભાઈ પરમારએ નિવેદનમાં રજૂઆત કરી છે.