શહેરમા જંગલેશ્ર્વર વિસ્તારમા કોરોના વાયરસના પોઝીટીવ દર્દી વધુ મળી આવતા હોય જયા સરકાર દ્વારા રેડ ઝોન જાહેર કરી હલા કફીયુ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે કરફુયુના બીજા દીવસે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના મહત્વના પોઇન્ટોની વિઝીટ લઇ ફરજ પર અધિકારીઓ તથા કર્મચારીઓને જરી સુચનાઓ કરવામાં આવી હતી. જંગલેશ્ર્વર વિસ્તાર કે જયા વધુ કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓ મળી આવેલ હોય જેથી રેડ ઝોન જાહેર કરી હાલ ત્યા કર્ફીયુ જાહેર થયેલ છે જે જંગલેશ્ર્વર વિસ્તારમા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા ચેપગ્રસ્ત વિસ્તારમાં અ:દરની શેરીઓમા સોશીયલ ડીસ્ટન્સ જાળવી ફૂટ પેટ્રોલીંગ ફરી ત્યા બંદોબસ્તમાં રહેલ કર્મચારીઓને સૂચનો કરેલ બાદ ફરજમા રહેલ ઉચ્ચ અધિકારીઓ સાથે જંગલેશ્ર્વર ખાતે જ સોશીયલ ડીસ્ટન્સનુ પાલન કરી મીટીંગ યોજવામાં આવેલ જેમાં લોકડાઉન તથા કફીયુનુ ચુસ્તપણે પાલન થાય તેમજ જંગલેશ્ર્વરમા રહેતા લોકોને તેમની જીવન જરીયાત ચીજવસ્તુઓ સહેલાયથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધી યોગ્ય બંદોબસ્ત જાળવવા સુચનાઓ કરવામાં આવેલ તેમજ બંદોબસ્તમા રહેલ અધિકાર તથા કર્મચારીઓને પણ પોતાનો બંદોબસ્ત પૂર્ણ થયે ઘરે જતા પહેલા જંગલેશ્ર્વર ખાતે જ રાખવામાં આવેલ સેનેટાઇઝર વાહનમા સેનેટાઇઝ થઇ બાદ જ ઘરે જવુ અને સંપૂર્ણ કાળજી રાખી પોતાની ફરજ બજાવતા સુચના કરવામાં આવેલ હતી.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!