જામનગરના ધુડશિયામાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે એક ખેતરમાં દરોડો પાડી આઠ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડયા છે. જ્યારે બે શખ્સો પોલીસને હાથતાળી આપી છનનન થઈ ગયા છે. ઉપરાંત નગરના જૂના કુંભારવાડામાંથી પણ ચાર શખ્સો તીનપત્તી રમતા ઝડપાયા છે. બન્ને સ્થળેથી કુલ રૃા.પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં આવેલા જગદીશ વિરજીભાઈ માધાણીના ખેતરમાં પણ રાત્રે એક વાગ્યે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.બી. ગોહિલ તથા સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી પોલીસને જગદીશ માધાણી, કિરીટ જયંતિભાઈ સંઘાણી, જલ્પેશ જયંતિભાઈ સોજીત્રા, લલીત વલ્લભભાઈ વાગડિયા, મહેશ વિરજીભાઈ માધાણી, કિશોર રામજીભાઈ ભંડેરી, પ્રવિણ બચુભાઈ પીપરવા, રમેશ વિઠ્ઠલભાઈ સોજીત્રા નામના આઠ શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા મળી આવ્યા હતા. જ્યારે પોલીસને જોઈને સુરેશ દેવજીભાઈ માધાણી તથા શાંતિલાલ જેરામભાઈ કપુરિયા નામના બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૨૩૦૮૦ રોકડા, નવ મોબાઈલ, પાંચ મોટરસાયકલ મળી કુલ રૃા.૧,૬૦,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના એમ.એસ. ગોહિલ, ડી.બી. જાડેજા, જી.પી. ગોસાઈ, બી.જે. પરમાર, સંદીપ જરૃ, હાર્દિરપરી ગોસાઈ સાથે રહ્યા હતા.

જામનગરના જૂના કુંભારવાડામાં ગઈરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા રાત્રે બે વાગ્યે સિટી-એ ડિવિઝનના પોલીસ કાફલાએ તે સ્થળે દરોડો પાડયો હતો. ત્યાંથી કૈલાશ નારસંગ ઠાકોર, હનીફ દાઉદ સચડા, શબ્બીરહુસેન અબ્દુલ સૈયદ તથા હઝરહુસેન અબ્દુલ સૈયદ નામના ચાર શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૨૪૫૮૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી આ શખ્સો સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.