પત્ની ચાર દિવસ પહેલા જ જેલમાંથી છુટી બહાર આવી ’ તી :હત્યાની કોશિશ કરનાર હુમલાખોર પતિની શોધખોળ
જામનગરનાં સિક્કામાં રહેતા પતિએ તેની જ પત્ની પર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ તેણીને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગૃહ કંકાસ ના પ્રશ્ન પતિએ પત્ની પર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જ્યારે વધુમાં જાણવા મળ્યું હતું કે પત્ની ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટી બહાર આવી હતી બાદ આ ઘટના બની છે.
બનાવની વિગતો મુજબ જામનગર નજીકના સિક્કા ગામે નાગાણી સરમત ફીશરીઝ કોલોની વિસ્તારમાં રહેતી સખીનાબેન ગજણ નામની 40 વર્ષીય પરિણીત મહિલા પર તેના જ પતિ દાઉદ આદમ ગજણે ગઈકાલે સવારે આઠેક વાગ્યાના સુમારે ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. પોતાના ઘરે સૂતેલી સકીનાબેન પર અચાનક તેના પતિએ છરી વડે હુમલો કરી, પેટના ભાગે ઉપરા ઉપરી પાંચ ઘા તથા ડાબા હાથે કોણી તથા કાંડા વચ્ચે ત્રણ ઘા તેમજ ડાબા ખંભા ઉપર છરીનો એક ઘા એમ મળી કુલ નવ ઘા મારી તેણીને લોહી લુહાણ કરી નાખી હતી. આ હુમલા બાદ આરોપી બીભત્સ વાણી વિલાસ આચરી તેણીને મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. દરમિયાન પાડોશીઓએ તેણીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી. ત્યાં સારવાર લીધા બાદ તેણીએ તેના જ પતિ દાઉદ ગજજણ સામે હત્યા નીપજાવવાના પ્રયાસ આઈપીસી કલમ 307 પ્રમાણે ફરિયાદ નોંધાવી હતી.
સિક્કા પોલીસના પીએસઆઇ વી કે ગઢવીના જણાવ્યા અનુસાર સખીનાબેન તાજેતરમાં છે જેલમાંથી બહાર આવી છે. ગાંજા પ્રકરણમાં આ મહિલા જેલમાંથી છૂટ્યા બાદ સિક્કા ખાતે પોતાના સંતાનો અને પતિ સાથે રહેતી હતી પરંતુ પતિ સાથે અવારનવાર પણ બનાવ બનતા રહેતા હતા. દરમિયાન ગઈકાલે ઘરની બહાર સૂતેલા પતિએ ઘરમાં પ્રવેશી તેણી પર હુમલો કર્યો હતો. દરમિયાન તેના સંતાનો અને અન્ય પાડોશીઓ ત્યાં આવી જતા આરોપી નાસી ગયો હતો.ઘાયલ સખીનાબેનના લગ્ન 20 વર્ષ પૂર્વે આરોપી દાઉદ ગઝણ સાથે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ચાર સંતાનો પૈકી મોટી દીકરી હુસેના 19 વર્ષની છે જેના લગ્ન સિક્કામાં જ થયા છે જ્યારે અન્ય બે પુત્રીઓ ફીઝા ઉવ. 17 અને શહેરનાજ ઉંમર વર્ષ 16 તથા નાનો દીકરો અફઝલ ઉંમર વર્ષ 12 તેણીની સાથે રહે છે.