આત્મજ્ઞાન વડે આત્મ દ્રષ્ટિ કેળવી આત્માની શકિત જગાડવા મનુષ્યનો ભવ છે: પૂ. ધીરગુરુદેવ
સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિધ્ધ જૈનમૂનિ પૂ. ધીરજમૂનિ મ.સા. ત્રણેક વર્ષ પધારતા અંબર ચોકડીથી બહોળી સંખ્યામાં ભાવિકો સ્વાગત સામૈયામાં જોડાયા હતા. કામદાર વાડીમાં ચતુર્વિધ સંઘની પધરામણી થતા ધીરગુરુદેવ પધારે હૈ, દિવ્યજાપકા સંદેશ લાયે હૈ, ના જયનાદે હોલ ગુંજવી દીધા બાદ વિજયભાઈ શેઠે સકલ સંઘો વતી સ્વાગત કરી સહુને આવકાર્યા હતા. સોનામાં સુગંધ ભળે તેમ પ્રથમ જ વાર પધારેલા બોટાદ સંપ્રદાયના પ્રખર વકતા પૂ. અરુણાબાઈ મહાસતીજી ઠાણા ૪ના મિલનથી ઉમંગ છવાયો હતો. પૂ. અવનીજી મ.સ. પૂ. સુનંદાજી મ.સ.ની ઉપસ્થિતિમાં ડો. ચંદ્રા મહેન્દ્ર વારીઆએ દિવ્ય જાપનું આમંત્રણ પાઠવેલ.
પૂ. ગુરુદેવે ધર્મસભામાં જણાવ્યું કે ડીવાઈન નોલેજ, ડીવાઈન વીઝન, ડીવાઈન પાવર અર્થાત્ આત્મજ્ઞાન વડે આત્મ દ્રષ્ટી કેળવી, આત્માની શકિત જગાડવા મનુષ્યનો ભવ છે. પૂ. અરુણાબાઈ મ.સ.એ કહેલ કે પ્રેમથી જુઓ, પ્રેમથી જીવો અને પ્રેમથી જાઓનાં સૂત્રને અપનાવી જીવન સાર્થક કરશે.
નવકારશીના લાભાર્થી ભાનુબેન કે.ડી. શેઠનું સમાધિસુમન પુસ્તક અર્પણ કરીને ડો. ચંદ્રાવારીઆ એ સન્માન કરેલ. જયારે તા.૧૩ને બુધવારે સવારે ૯.૩૦ કલાકે સફેદ વસ્ત્ર પરિધાન કરીને ભાઈ બહેનોને ડુંગર દરબાર, ઓસવાલ સેન્ટર સાત રસ્તા પાસે રાખેલ છે.
સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય ડો. ચંદ્રાબેન મહેન્દ્રભાઈ વારીઆ (અમેરિકા) તરફથી જાપ બાદ યોજાયેલ છે. સમસ્ત જૈન સમાજના ભાવિકોને જાપમાં જોડાવા અનુરોધ છે. તા.૧૪ના ગૂવારે ચાંદીબજારમાં લીમડાવારા નગીનદાસ મગનલાલ વોરા ઉપાશ્રયે સવારે ૯ કલાકે સમૂહ લોગસ્સ જાપ અને ૯.૩૦ કલાકે એકશન ટુ રીએકશન વિષય પર પ્રવચન યોજાશે. આ કાર્યક્રમોમાં પૂ. ધીરગુરુદેવ પૂ. નમ્રમૂનિ મ.સા. તથા પૂ. અણાબાઈ મ.સ. આદિ પૂ. અવનીજી મ.સ. આદિ બિરાજશે.