જામનગરના ગુલાબનગરમાં ઈલેકટ્રીક વાયરને ટ્રક અડકી જતાં જામ્યુકોના એક ડ્રાઈવરને પાંચ શખ્સોએ લમધાર્યાે છે. જ્યારે બહેનને તેડી જવાનું કહેનાર પાટલા સાસુને બનેવી સહિતના છએ માર માર્યાે છે. તેમજ જૂના નાગનામાં દીવાલની બાબતે પાડોશીઓ બાખડયા છે.

જામનગરના ગુલાબનગરમાં રહેતા કુલદીપ કિશોરભાઈ ખીમસૂરિયા નામના યુવાન ગઈ તા.૮ની સાંજે મહાનગરપાલિકાનો ટ્રક લઈને રામવાડીમાંથી પસાર થતા હતા ત્યારે ટ્રકમાં ઈલેકટ્રીક વાયર અડકી જતાં વાયર તૂટી ગયો હતો.

આ વેળાએ ત્યાં ધસી આવેલા સંજય આહિર, નીતિન કુંભાર, બાલા કુંભાર, ડીશવાળા કમલેશભાઈ, ગવા આહિર નામના પાંચ શખ્સોએ વાયર કેમ તોડયો? તેમ કહી ઢીકા, પટા તેમજ ઢીકાપાટુ વડે માર માર્યાે હતો. આ વેળાએ કુલદીપના પિતા વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો. ઉપરોકત શખ્સો સામે સિટી-બી ડિવિઝનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના વુલન મીલ રોડ પર આવેલા બાવરીવાસમાં રહેતા ધનવંતી સૂરજ ડાભી નામના બાવરી મહિલાની બહેન ચાંદની પાંચેક મહિનાથી પોતાની માતાના ઘેર રિસામણે આવી હતી તેણીને તેડી જવા માટે જમાઈ દીપક કૈલાશભાઈ પરમાર અવારનવાર કહેવા છતાં આવતો ન હોય. શનિવારે સાંજે ધનવંતીબેન જ્યારે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાંથી નીકળેલા દીપકને તેણીએ રોકી પોતાની બહેન ચાંદનીને તેડી જવા માટે સમજાવટ કરતા મામલો બીચક્યો હતો.

સમજાવટથી ઉશ્કેરાયેલા દીપક તેમજ સૂરજ કૈલાશભાઈ, લક્ષ્મણ સખીલાલ પરમાર, અમરાવતી સખીલાલ, જમનાબેન વિનુભાઈએ પાઈપ-ધોકા વડે ધનવંતી પર હુમલો કર્યાે હતો. તેણીને બચાવવા વચ્ચે પડેલા જમનાબેનને પણ માર પડયો હતો. પોલીસે ધનવંતીની ફરિયાદ પરથી છએય વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના જૂના નાગના ગામમાં રહેતા ઉષાબેન રણછોડભાઈ ઠાકરના પરિવારને પોતાના ઘર પાસે દીવાલ કરવી હતી તે માટે વાત કરવા શનિવારે જ્યારે ઉષાબેન તથા અન્ય વ્યક્તિઓ પાડોશી રમેશભાઈ ધરમશીભાઈ પાસે ગયા ત્યારે વાત વાતમાં વાતાવરણ ગરમ થઈ જતાં રમેશ, તેના પુત્ર ચેતન અને વિજયે ઉષાબેન પર હુમલો કરી પાવડાનો હાથો ઝીંકયો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.