ઓનલાઈન બેકીંગથી વેપારી બન્યો છેતરપિંડીનો શિકાર
જામનગરના દરેડમાં બ્રાસપાર્ટસનું કારખાનું ધરાવતા એક વેપારીઓના લાઈન નેટ બેકીંગ મારફતે છેતરપિંડીનો શિકાર બન્યા છે કોઈ અજ્ઞાત શખ્સોએ ઈન્ટરનેટ મારફતે કારખાનેદારનું બેન્ક એકાઉન્ટ અને તેની વિગતો હેક કરી લઈ સ્પેનની એક કંપની પાસેથી રૂ.૩ લાખ ૪૩ હજારની રકમ પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.
દરેડ જીઆઈડીસી ફેસ-૨માં બેનજર મેટલ વકર્સ નામનું બ્રાસપાર્ટસનું કારખાનું ધરાવતા કલ્પેશ નારણભાઈ પ્રાગડા નામના કારખાનેદાર પોતાના કારખાનામાં તૈયાર થયેલ બ્રાસના માલસામાનનો વેચાણથી સોદો સ્પેનની એસઓબી આઈ એમઈ, એસ.એ. કંપની સાથે કર્યો હતો. જે સોદા પૈકી સ્પેનની યુરો ૪૩૪૭ (ભારતીય ચલણ મુજબ રૂ.૩ લાખ ૪૩ હજાર ૪૧૩)ની રકમ મેળવવાની હતી.
જે રકમ અંગેની માહિતી કોઈ આઈડી હેકરો દ્વારા ઈન્ટરનેટ મારફતે હેક કરી લેવામાં આવી હતી અને સ્પેનની પાર્ટીને ફરિયાદી કારખાનેદારના ઈમેઈલ આઈડીથી છેક છાક કરેલા લેટર પેડો તૈયાર કરી ફરિયાદીના બેંક ખાતાને બદલા પોતાના બેન્ક ખાતાની વિગતોની માહિતી ઈલેકટ્રોનિક ડોકયુમેન્ટ મારફતે તૈયાર કરી લીધી હતી અને સ્પેનની પાર્ટીને મોકલી ત્યાંથી ઉપરોકત ૩.૪૩ લાખની રકમ પોતાના બેન્ક ખાતામાં મેળવી લઈ જામનગરના કારખાનેદાર સાથે ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાવતા આ પ્રકરણની તપાસ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.