ભાદ્રા, બાદનપર, આણદા, મોરાણા અને ધ્રોલ તાલુકામાં રેતીચોરીનું મોટું કારસ્તાન
જામનગર જીલ્લામાં ખાણ ખનીજ ખાતા દ્વારા થતી કામગીરીમાં છીંડા બહાર દેખાઈ આવ્યા છે. સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીની લીઝ મામલે બ્લોક બનાવીને ઈન્ટેન્ડરીંગ પઘ્ધતિ દાખલ કરીને પારદર્શક વહિવટનાં દાવા સામે તંત્ર દ્વારા જ સરકારને બુચ મારવા માટે માથે રહીને રેતીચોરી કરવાના હોવાની વારંવાર ફરિયાદ ઉઠવા છતા સરકાર પગલા ભરતી ન હોવાથી ગુજરાતમાં ઘણા સ્થળોએ પ્રજામાં આ મામલે નારાજગી છે અને આ નારાજગી જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પણ જોવા મળે છે. હાલમાં લોકસભાની ચુંટણી પુરી થતાની સાથે જ ખનીજ માફીયા તત્વો મેદાનમાં આવીને તંત્રના નાક નીચે જ ખુલ્લેઆમ રેતી ચોરી ફરીથી શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે અને હવે તો હદ વટાવી ગયા છે. જામનગર જીલ્લામાં પ્રખ્યાત રણજીતસાગર આવેલ છે અને તેની સામે પણ ગેરકાયદેસર રેતી ચોરીની અનેક ફરિયાદો હોવા છતાં તંત્ર મૌન બેસી રહ્યું છે કે ખરેખર હકિકત અલગ જ છે તે જાણવું શહેરનાં સાહેબોને ધ્યાનમાં નથી આવતું પરંતુ નાના-સુના ખાણા ખનીજનાં પ્રશ્ર્નોમાં ધ્યાનમાં આવે છે. જીલ્લામાં ઘણી જગ્યાઓમાં માફિયાઓએ અડ્ડો જમાવી વેપલો ચલાવી રહ્યા છે. જેમાં ભાદરા, બાદનપર, આણદા, માેરાણા અને ધ્રોલ તાલુકાના નથુવડલા, માવાપર નદી વિસ્તારમાં રેતીચોરીનું મોટુ કારસ્તાન ચલાવાઈ રહ્યું છે. શું સરકારી તંત્ર પગલા લેશે ? જગજાહેર રણજીતસાગરની બાજુની નદીના વેણ કપાઈ રહ્યા છે. ધ્રોલ-જોડીયામાં મોટાપાયે રેતીચોરી ચાલી રહી છે. ખાણ-ખનીજના સાહેબો પેપર કાર્યવાહી કરશે કે જાતે તપાસ કરીને પગલા લેશે ? તંત્ર પાસે પ્રજા જવાબ માંગી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ શું પગલા ભરશે ? તેના પર સૌની નજર મંડાઈ રહી છે.