જામનગર સમાચાર

જામનગમાં પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે યુવા પરણીતાની પાંચ વર્ષની પુત્રી આડખીલી રૂપ બનતી હોવાથી હેવાન બનેલા યુવકે બાળકીને પેટમાં  બટકા ભર્યા અને વેલણ વડે ફટકારતાં તેણીને માથામાં હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી. આ અંગે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ ફિટકાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાન ને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્કમાં એક ભાડાના મકાનમાં રહેતી ૨૬ વર્ષની પરણીતા એવી પાંચ વર્ષની પુત્રીની માતા સાથે પ્રેમ સંબંધ હતો. વીરેનને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો .

પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકીને પેટમાં બટકા ભર્યા હતા, વેલણ થી હાથપગમાં, અને માથામાં હુમલો કર્યો હતો. આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી વીરેન રામાવત સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરી આ કેસ ની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.