બાળકીને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ: આરોપી નાશી છુટયો
જામનગર નજીક આવેલા વિભાપર માં માત્ર ૮ વર્ષ ની માસૂમ બાળા સાથે દુષ્કર્મ ની ઘટના થી ચકચાર મચી જવા પામી છે પોલીસે હાલ બાળકી ને સારવાર અર્થે અત્રે ની જીજી હોસ્પિટલ માં ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર માં આવેલા વિભાપર ગામે ૮ વર્ષીય માસૂમ બાળકી ત્યાં આવેલી શાળા નજીક રમતિ હતી દરમિયાન કામાંધ બનેલ એક અજાણ્યા હવસખોરે આ બાળકી ને નિશાન બનાવી હતી પોતાની રમત ગમત માં વ્યસ્ત એ માસૂમ પાસે જય આ અજાણ્યા ઇસમે પોતાનો મલીન ઇરાદો પાર પાડવા માટે એ માસૂમ ને લાલચ આપી શાળા થી થોડે દૂર અવાવરુ સ્થળે લઈ ગયો હતો અને પોતાની વાસના સંતોસવા એ નરાધમે આ માસૂમ બાળા ને પિંખી નાખી હતી અને માસૂમ પર દુષ્કર્મ ગુજરયા બાદ ત્યથી નાશી છૂટ્યો હતો
આ ચકચારી ઘટના નો ભોગ બનેલી એ માસૂમ રોટી કકળતી પોતાને ઘેર આવી હતી અને પરિવારજનો ને પોતાની આપવીતી કહી સંભડાવી હતી પરિવારજનો ના માથે તો જાણે આભ ફટયુ હોય તેમ તેઓ હતપ્રભ થઈ ગયા હતા અને પોતાની વ્હાલ્સોય સાથે બનેલી ઘટના અંગે પોલીસ સ્ટેસન જય રજૂઆત કરી હતી પોલીસે તુરતજ બાળકી ને સારવાર અર્થે અત્રે ની જી જી હોસ્પિટલ માં ખસેડી હતી તથા અપહરણ અને દુષ્કર્મ અંગે ની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માત્ર થોડા સમય અગાઉ શહેર ના પોશ વિસ્તાર એવા કૃષ્ણ નગર માં પણ માત્ર ૯ વર્ષ ની બાળા પર દુષ્કર્મ તેમજ અમાનુષી અત્યાચાર ની ઘટના બનવા પામી હતી જેને લઈને આવા નરાધમો વિરૂઢ ચોમેર થી ફિટકાર વરશી રહ્યો છે