આજે 429 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 674 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. તો કોવિડની સારવાર દરમિયાન 85 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર જિલ્લામાં આજે 674 કેસ નોંધાયા છે તેમાં 388 કેસ શહેરી વિસ્તારમાં અને 286 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 429 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા.
તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 85 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર 977 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 41 હજાર 278 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે. જામનગરમાં હાલ સંક્રમણ અટકે તે માટે તંત્ર દ્વારા સોશિયલ ડીસ્ટંસનું કડક પાલન કરાવવામા આવી રહ્યું છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામા આવ્યું છે.