• રંગોળીની ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ પ્રશંસા કરી
  • રિધ્ધી શેઠ દ્રારા દર વર્ષે કરાઈ છે સંદેશ સાથેની અનોખી રંગોળી તૈયાર
  • રંગોળી લગભગ આઠ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી

રંગોના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન ઘરના આંગણે રંગોળી બનાવામાં આવે છે. ત્યારે દિવાળી અગાઉ જામનગરમા એક રંગોળી કલાકારે અનોખી રંગોળી બનાવીને યુધ્ધ વખતે બાળકીની વ્યસ્થા વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે. જે રંગોળીની ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ પ્રશંસા કરી હતી.જામનગર શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં રહેતા રંગોળી કલાકાર રિધ્ધી શેઠ દ્રારા દર વર્ષે સંદેશ સાથેની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે યુધ્ધની સ્થિતી વચ્ચે બાળકોની વ્યથા વ્યકત કરવાનો પ્રયાસ રંગોળી દ્રારા કરવામાં આવ્યો છે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળી સામાન્ય ચિરોડી રંગો દ્વારા લગભગ આઠ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગર શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં રહેતા રંગોળી કલાકાર રિધ્ધી શેઠ દ્રારા દર વર્ષે સંદેશ સાથેની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે યુધ્ધની સ્થિતી વચ્ચે બાળકોની વ્યથા વ્યકત કરવાનો પ્રયાસ રંગોળી દ્રારા કરવામાં આવ્યો છે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળી સામાન્ય ચિરોડી રંગો દ્વારા લગભગ આઠ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે.

ત્યારે અહી મહત્વનું છે કે છેલ્લા એક બે વર્ષથી દુનિયાના કેટલાક ભાગોના દેશો યુદ્ધ જેવી ભીષણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે દેશોની વચ્ચેની સમસ્યાનો ભોગ હમેંશા સામાન્ય માણસ અને ખાસ કરીને બાળકો બની રહ્યા છે. લાખો બાળકો પોતાના પરિવારોથી વિખૂટા પડી જતા હોય છે. આ વર્ષે રંગોળીમાં યુદ્ધના કારણે ઇમારતો અને મકાનોના તૂટેલા ભાગોના કાટમાળની વચ્ચે એક છોકરી પોતાના પ્રિય ટેડીબેરને ગળે લગાવીને જાણે રડતી આંખોથી પોતાની વેદના ઠાલવી સમાજને કઈક પ્રશ્ન પૂછતી હોય તેવા ભાવનું આલેખન કરવામાં આવ્યું છે. ઘણી વખત આસપાસની ભયાનકતાની સંપૂર્ણ તીવ્રતાથી નિર્દોષ બાળકો એકદમ અજાણ હોય છે. આ રંગોળી પ્રશંસા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ કરી હતી.

યુદ્ધની માનસિકતાથી ભરેલા આ ખતરનાક વિશ્વમાં  પ્રેમ,લાગણી અને સલામતીની ભાવનાને વળગી રહેવા માટે રંગોળીમાં ટેડી બેરનો એક પ્રતિક તરીકે ઉપયોગ રંગોળીમાં થયો છે.  તે પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે બાળકો, યુદ્ધની વચ્ચે પણ,પ્રેમ અને આશાના પ્રતીકોને પકડી રાખે છે, ઘણીવાર આસપાસની ભયાનકતાની સંપૂર્ણ તીવ્રતાથી નિર્દોષ બાળકો એકદમ અજાણ હોય છે. ત્યારે આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળી સામાન્ય ચિરોડી રંગો દ્વારા લગભગ આઠ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી તા 29  ઓક્ટોબર 2024 ધનતેરસ થી લગભગ મહિના સુધી શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનશાઇન સ્કૂલ ની પાછળ, વાલકેશ્વરી, જામનગર ખાતે લોકો નિહાળી શકશે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.