દુકાળમાં અધિક માસ: જી.જી.કોવિડ હોસ્પિટલને મળતા ઓક્સિજનમાં કાપ, ભારે હાલાકી
ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલને દરરોજ નિયમિત અને પુરતો ઓક્સિજન પુરો પાડવા નાયબ મુખ્યમંત્રી-આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે. આજથી વધુ ઘટાડો કરાતા વ્યવસ્થા બગડી રહી છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમે એક લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લામાં ગૂજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ આવેલી છે.
દૈનિક 50 ટનની જરૂરિયાત સામે 45 ટન મળતો હતો, આજથી વધુ 5 ટન ઘટાડી અન્યત્ર મોકલી દેવાના નિર્ણય સામે વિક્રમ માડમની આરોગ્ય મંત્રીને રજૂઆત
આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના લોકો સારવાર માટે આવે છે. હાલમાં આખા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે જામનગર ની જી.જી. હોસ્પિટલમાં 2200 થી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહેલ છે. પરંતુ રાજ્ય સરકારે જામનગરને 50 મેટ્રીક ટન ઓકિસજન ની જરૂરિયાત છે,તેની સામે 45 મેટ્રીક ટન ઓકિસજન મળતો હતો. આજથી આ ઓકિસજનના જથ્થામાં 5 ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે જામનગર જિલ્લાને તમામ દર્દીઓ માટે અન્યાય કર્તા છે. શહરેની જી.જી.હોસ્પિટલમાં જે આજથી વધુ 5 ટન ઓક્સિજન ઘટાડેલ છે. તો તાકીદે અસરથી રદ કરી જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં હેના 2500 દર્દીઓનું પ્રમાણ ધ્યાને લઈ તે મુજબનો ઓકિસજન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવે તેવી માંગણી વિક્રમભાઇ માડમે કરી છે.
‘ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો’ જેવો ઘાટ સર્જાયો
હાલમાં જામનગર જિલ્લામાં જ ઉત્પન્ન થતો ગેસ બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે, ત્યારે ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો આપે, તેવો ઘાટ થયો છે. જિલ્લાના દર્દીઓ સાથે ચેડા કરવાનું બંધ કરો બીજાને વ્ડાલા કરવાનં છોડી દો. પ્રથમ અહીંયા ઓકિસજન પૂરો કરવો જોઈએ હાલમાં જ જામનગર તાલુકાના સરપંચ મંડળે રજુઆત કરી છે કે, અમારા ગામડાઓમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવતાં નથી. તેમજ કોઈ પ્રકારની વિઝીટ પણ આરોગ્ય ખાતા તરફથી ગામડાઓમાં થતી નથી. જેના કારણે હજારો લોકો સંકમણથી પીડાઈ રહયા છે. જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં પીએચસી સેન્ટર પર 10-10 બેડનાં કોવિડ સેન્ટર ઉભા કરવા માંગણી કરી છે. જેથી ગામડાઓમાં પડતી મુશ્કેલીઓ મહદઅંશે દૂર થાય છે. હાલમાં તો એક જ ઈલાજ છે. કોરોના ઘટાડવા માટે દરેક ગામમાં જઈને ઘરે ઘરે ટેસ્ટ કરીને જે જરૂરિયાત હોય તે મુજબ દવા આપીને જે કોરોના સંક્રમીત હોય, તેઓને જરૂર હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં મોકલે અથવા ઘરે આઈસોલેટ થવા ફરજ પાડવામાં આવે તેવી મારી માંગણી છે.