જામનગરના કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ અંતર્ગત ૯ ગામોની યોજનાને બહાલી આપવામાં આવી હતી. જેમાં કાલાવડ તાલુકાના આણંદપર, સરાપાદર, નવાગામ, લાલપુર તાલુકાના ખાયડી (ભાગ-ર), જામજોધપુર તાલુકાના નંદાણા (ભાગ-ર), બાલવા (ભાગ-ર), જોડિયા તાલુકાના માવનું ગામ (ભાગ-ર, જામદૂધઈ (ભાગ-ર) અને બાલંભા (ભાગ-ર) ગામને માટે અંદાજિત કુલ રકમ ૧ર૯.૯૮ લાખની મંજુરી આપવામાં આવી હતી.જામનગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં હાલ સુધીમાં કુલ ૩૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં ૪૪ કાર્યકારી તાંત્રિક મંજુરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને રૃપિયા ૯૮પ.પ૮ લાખની વહીવટી મંજુરી અપાઈ હતી. આ યોજના અંતર્ગત કુલ ૪૮૦૧ નળજોડાણને પણ બહાલી આપવામાં આવી છે.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા માહિતી અધિકારી વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો