કોરોનાનું સકામણને વધતું અટકાવવા માટે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરનાર સામે તંત્ર દ્રારા દંડની કાર્યવાહી શરુ કરેલ છે. જેમાં મહાનગરપાલિકાએ 22 દિવસમાં 1138 લોકો પાસે થી રૂા.6,11,500ના દંડની રકમની વસુલાત કરી હતી.સરકારના કોરોનાના કાયદાનો ભંગ કરનાર વેપારીઓની 28 દુકાનો સીલ કરવામાં આવી હતી. એક તરફ કોરોના દર્દીઓથી હોસ્પિટલો સરકારી અને ખાનગી ઉભરાઈ રહી છે. ત્યારે કોરોનાને કાબુ લેવા માટે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે હવે તંત્ર એ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં મહાનગરપાલિકા, પોલીસ, કલેકટર વિભાગ ની સયુક્ત ટીમ દ્રારા સતત ચેકીગની કાર્યવાહી હાથ ધરે છે. જેના દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેરમાં માસ્ક પહેરીયા વગર કોરોનાનો ફેલાવો કરનાર સામે એક દિવસમાં 15 કેસ કરીને રૂ.15 હજારના દંડની વસુલાત કરી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 87 લોકો સામે કેસ કરીને રૂ. 27.800 દંડ વસુલ કર્યો હતો.
મહાનગરપાલિકા દ્રારા ગત તા. 22.માર્ચ-2021 થી અત્યાર સુધીમાં કુલ માસ્ક અંગેના 337 કેસ કર્યા છે જેની પાસેથી રૂા.3,38,500નો દંડની વસુલાત કરી છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરનાર 801 લોકો પાસે થી રૂ.2,73,050 દંડ વસુલાત કરી છે. જેથી કોરોનાની સરકારની ગાઈડલાઇનના ભંગ અંગે મહાનગરપાલિકાની ટીમ દ્વારા 23 દિવસમાં કુલ 1138 લોકો સામે ક્રેસ કરીને કુલ રૂા.6 ,11,500ના દંડની રકમ વસુલ કર્યો હતો. જ્યારે વારવારની સુચના પછી પણ સરકારના નિયમનો ભંગ કરનાર વેપારીઓની 28 દુકાનો સીલ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકા ણા સુત્રોમાંથી જાણવા મળે છે.