જિલ્લામાં ૧૩, શહેરમાં ૨ વિસ્તારો સંક્રમણગ્રસ્ત

૧૪ દિવસ માટે એ વિસ્તારો કોરોનાગ્રસ્ત ગણાશે જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યું છે. કોરોનાના કેસ નોંધાતા કલેક્ટર અને જિલ્લા મેજી.એ વધુ ૧પ નવા ક્નટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નવા કેસો નોંધાતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજી. રવિશંકર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ ક્નટેન્ટમેન્ટ વિસ્તારમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નગરપાલિકા વિસ્તારમાં રાધેપાર્ક મેઈન રોડ કોમન પ્લોટની પાછળના ભાગમાં પ્રથમ ઘર રીકેશભાઈ ભવનભાઈ ચાવડીયાના ઘરથી છેલ્લું ઘર ડો. નિમાવત બળવંતરાય દયારામના ઘર સુધી કુલ ઘર ૩, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં જુના વિસ્તારમાં પ્રથમ ઘર મનજીભાઈ રણછોડભાઈ ધમસાણિયાના ઘરથી રમેશભાઈ રણછોડભાઈ ધમસાણિયાના ઘર સુધી કુલ ૩ર ૩, જામનગર તાલુકાના લાવડીયા ગામમાં ખોડિયાર મંદિરની પાસે મેન શેરીમાં પહેલું ઘર ભગવાનજીભાઈ હીરાભાઈ અભંગી તથા છેલ્લું ઘર નિર્મળભાઈ લખુભાઈ વસીયરના ઘર સુધી કુલ ઘર પાંચ ઘર ક્નટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા છે.

જામજોધપુર તાલુકાનું વસંતપુર ગામમાં ગ્રામ પંચાયતની બાજુમાં શિવ પાન પાસે પ્રથમ ઘર બચુલાલ સામજી દેલવાડીયા અને છેલ્લું ઘર રાજેશભાઈ ડાયાભાઈ વિરમગામાના ઘર સુધી કુલ ઘર સાત, કાલાવડ તાલુકાના રાજડા ગામમાં શીશાંગ વાળો રોડ, દલીતવાસ પ્રથમ ઘર અશોકભાઈ વશરામ કંટારીયા અને છેલ્લું ઘર દેવાભાઈ હેમાભાઈ કંટારીયા કુલ ઘર ૬, ધ્રોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં આવેલ સાંઈ કૃપા એપાર્ટમેન્ટ, ધ્રોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં હરધ્રોળ હાઈસ્કૂલની પાછળ કેદી કૂવાનો વિસ્તાર કુલ ઘર ૩ ક્નટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા છે.

જામનગર તાલુકાના ગોરધનપર ગામ ખાતે આંગણવાડીની પાછળ અલ્હાશાપીર ડાડા દરગાહની સામે આવેલ નવીનભાઈ તથા રાજેશભાઈ હીરજીભાઈ લાલકીયાની વાડીમાં આવેલ કુલ ઘર ત્રણ, જામનગર તાલુકાના દિગ્વિજય ગ્રામ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની બાજુમાં નારણભાઈ પ્રજાપતિના ઘરથી હંસાબેન આહિરના ઘરની સામેની આખી લાઈન હરેશભાઈ પરમારના ઘર સુધી ત્યાંથી પાછળની લાઈનમાં આવેલ જગદીશભાઈ દનેચાના ઘરથી મૂળજીભાઈ સામતભાઈના ઘર સુધી કુલ ઘર ર૭ ક્નટેઈનમેન્ટ જાહેર કરાયા છે.

ધ્રોલ તાલુકાની નગરપાલિકા વિસ્તારમાં ફતેપુરાની બાજુમાં મેમણ કોલોનીમાં પ્રથમ ઘર આઈશા મામદ ડોસાણી તથા છેલ્લું ઘર આરીફ ગફાર ડોસાણીના ઘર સુધી કુલ ઘર ૮, ધ્રોલ તાલુકાની નગરપાલિકા વિસ્તારમાં લુહાર શેરીમાં પ્રકાશસિંગ રાશુભા જાડેજાના ઘરથી પંકજભાઈ કાંતિભાઈ મહેતાના ઘર સુધી કુલ ઘર પાંચ, ધ્રોલ તાલુકાની નગરપાલિકા વિસ્તારમાં સરસ્વતી શિશુ મંદિર સ્કૂલની પાછળ પ્રથમ ઘર જેડીલાલ હરીલાલ ભુવા તથા છેલ્લું ઘર મુનુસ દાઉદ ડોસાણીના ઘરની પાછળની બાજુ આવેલા કોમન ફળિયા સુધીનો વિસ્તાર કુલ ઘર ૯ અને કાલાવડ તાલુકાના કાલાવડ સરવાણીયા ગામમાં પ્લોટ વિસ્તારમાં પ્રથમ ઘર કપુરીયા ધીરજલાલના ઘરથી દેવા બીજલ વઢુંકીયાના ઘર સુધી કુલ ઘર ૪ નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૭, રોડ નં. ૩ માં આવેલ સુદામાપુરી એપાર્ટમેન્ટ અને પટેલ કોલોની શેરી નં. ૮ રોડ નં. ૧ અને ર ની વચ્ચે આવેલ દૃષ્ટિ એપાર્ટમેન્ટને પણ ક્નટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે.

આ કચેરીના તા. ૧૦-૭-ર૦ર૦ ના જાહેરનામાંમાં કોષ્ટકના ક્રમ નં. ૪ પર દર્શાવવામાં આવેલ વિસ્તારમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હમાપર ગામના બદલે જામનગર જિલ્લા ધ્રોલ તાલુકાનું હજામચોરા ગામ ગણવા જેથી વિસ્તાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનું હજામચોરા ગામમાં હનુમાન ચોક શેરીના દેલવાડીયાના ડેલાના રમાબેન દામજીભાઈ દેલવાડીયાના ઘરથી રામજીભાઈ ભાણજીભાઈ દેલવાડીયાના ઘર સુધીના કુલ ઘર ૪ ને કોવિડ-૧૯ ક્નટેન્ટમેન્ટ વિસ્તાર ગણવાનો રહેશે. આ જાહેરનામું તા. ૧૧-૭-ર૦ર૦ થી તા. ર૪-૭-ર૦ર૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

બેદરકારી જીવલેણ બની શકે છે, લોકો સાવચેતી રાખે:

રાજ્યમંત્રી હકુભા જાડેજા

જામનગરમાં ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલાં લઈ લોકોને સંક્રમણથી બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અનુરોધ કર્યો છે કે, લોકો વગર કારણે ઘરની બહાર ના નીકળે, વયસ્કો-વૃદ્ધો, સગર્ભાઓ અને બાળકો ઘરમાં રહે, પરિવારની જે વ્યક્તિ કામથી બહાર જાય તે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખે. વારંવાર સાબુ અને પાણીથી હાથ સાફ કરો અને બહારથી લાવેલી વસ્તુઓ જેવી કે શાકભાજી વગેરે પણ માર્ગદર્શિકા અનુસાર સાફ કરી પછી જ વાપરો.

અનલોકમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૃ થઈ છે ત્યારે કામના સ્થળોએ પણ લોકો ખાસ તકેદારી રાખે તે જરૃરી છે. કોરોનાથી ડરીને નહીં, પરંતુ સાવચેત રહી તેની સામે લડત આપીને નવી આદતો અપનાવીને જીવવાનું છે તેમ ઉમેરી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની બેદરકારી એ જીવલેણ બની શકે છે. આ બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવો પડી શકે છે. આથી જામનગરવાસીઓ વધુ સતર્ક રહે અને સ્વયંની જાતની અને પરિવારની સુરક્ષાનો સતત ખ્યાલ રાખે તો જ આ સંક્રમણથી સમાજને બચાવી શકાશે તેમ અંતમાં જણાવ્યું હતું.

બે દિવસમાં કોરોનાના વધુ ૧૫ કેસ, એક યુવાનનું મોત

જામનગરમાં કોરોના સંક્રમણ સતત અવિરત વધી રહ્યા છે. ગત શનિવાર બપોરથી આજે બપોર સુધીમાં વધુ ૧પ કેસ નોંધાયા છે, જ્યારે બે દિવસ પહેલા એક દર્દીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

જામનગરમાં કોરોના ધીમે ધીમે બેકાબૂ બની રહ્યો છે અને દરરોજ એક ડઝન જેટલા કેસો નોંધાઈ રહ્યા છે, જો કે ગઈકાલે અને પરમદિવસે કેસની સંખ્યામાં સામાન્ય રાહત જોવા મળી હતી.

દરમિયાન છેલ્લા બે દિવસમાં જામનગરમાં વધુ ૧પ કેસ નોંધાયા છે. જેમાં શ્વેતા વિરલભાઈ મોદી (ઉ.વ. ર૮), પટેલ કોલોની શેરી નં. ૮, મીનાબેન શેઠ (ઉ.વ. પ૭), પટેલ કોલોની શેરી નં. ૩, હીરા નંદાણી કરમચંદાણી (ઉ.વ. પ૦) પટેલ કોલોની શેરી નંબર ર, ભરતભાઈ મોહનભાઈ સીદાતરા (ઉ.વ. ૪ર), પાટા મેઘપર-કાલાવડ, જીતેન્દ્રભાઈ મુળજીભાઈ સોલંકી (ઉ.વ. ૪પ) સંગ ચિરોડા જામજોધપુર, રફિકભાઈ હાજી મહંમદભાઈ હાસમાણી (ઉ.વ. ૪૩) ધ્રોળ, ઈકબાલભાઈ કાસમભાઈ  (ઉ.વ. ૩૭) કાલાડ નાકા બહાર, હાશમશા પીરવાળી શેરી, ભવ્ય હર્ષદભાઈ ઝવેરી (ઉ.વ. ર૦) કાજીનો ચકલો, વાણિયાવાડ, સુષ્માબેન અશોકભાઈ અરોરા (ઉ.વ. ૪૦) રાજપાર્ક, જમનભાઈ કાછડિયા (ઉ.વ. ૬૦) ધુતારપુર અને રમાબેન કાછડિયા (ઉ.વ. પર) ધુતારપુરનો સમાવેશ થાય છે. ઉપરાંત આજે સવારે ચાર કેસ નોંધાયા છે જેમાં શૈલેષભાઈ કાનાબાર (ઉ.વ. પપ) પટેલ કોલોની, શેરી નંબર ૬, મહેશ જીતુભાઈ બાંભણિયા (ઉ.વ. ૩૭) કડિયાવાડનો સમાવેશ થાય છે. ધ્રોળની રાજવી સોસાયટીમાં રહેતા હુશનાબેન અહેમદભાઈ અજમેરી (ઉ.વ. પ૮) અને જામજોધપુરના વસંતપુર ગામના સકરાબેન ભાલોડિયા (ઉ.વ. ૯૦) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત બે દિવસ પહેલા જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૪માં રહેતા કમલેશભાઈ તન્ના (ઉ.વ. ૪૯)નું મૃત્યુ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.