જમ્મુ-કાશ્મીર પોલીસને આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસે સોમવારે શ્રીનગરમાંથી લશ્કર-એ-તૈયબાના બે સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લશ્કરના બે સ્થાનિક આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સ્થાનિક આતંકવાદીઓની સોમવારે શ્રીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર/ટીઆરએફના બે સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓ પાસેથી 15 પિસ્તોલ, 30 મેગેઝીન, 300 રાઉન્ડની ગોળીઓ અને 1 સાયલેન્સર સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વિજય કુમારે કહયું કે આ પિસ્તોલ શ્રીનગર કોઈ હેતુસર લાવવામાં આવી હતી. અહીં તેનો ઉપયોગ ટાર્ગેટ કિલિંગ માટે થવાનો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે.ટાર્ગેટ કિલિંગમાં સૌથી પહેલા કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવે છે. હાલમાં જ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની આ અંતર્ગત હત્યા કરવામાં આવી હતી. 12 મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં એક તહસીલ ઓફિસમાં ઘૂસીને રેવન્યુ ઓફિસર રાહુલ ભટ્ટની હત્યા કરી હતી.