આજે બોલીવુડ-ટેલીવુડ થીમમાં તૈયાર થશે ખેલૈયાઓ: પ્રજાપતિ-દલિત સમાજના આગેવાનોના હસ્તે આરતી
જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. ચોથા નોરતે મહેમાનમાં જીતુભાઈ બેનાણી, કેતનભાઈ પટેલ, રાકેશભાઈ રાજદેવ, મુકેશભાઈ દોશી, ગીરીશભાઈ ખારા, વિભાશભાઈ શેઠ, રસીકભાઈ પાનસુરીયા, કમલેશભાઈ શાહ, પીયુષભાઈ મહેતા, રાજુભાઈ મહેતા, ડો.સુધીર શાહ, ઉતમભાઈ શાહ, મોહનભાઈ સાંજવી, અશોકભાઈ શાહ, સતીષભાઈ રામશીના, પ્રવિણભાઈ અગ્રવાલ અને મારવાડી સમાજનાં અજીતભાઈ જૈન તથા પાંચમાં નોરતે નાથાભાઈ કાલરીયા, કમલભાઈ, કમલેશભાઈ મિરાણી, બીનાબેન આચાર્ય, નિતીનભાઈ ભારદ્વાજ, ચંદ્રકાંતભાઈ શેઠ, ભાનુબેન બાબરીયા, ચીમનભાઈ દોશી, અપૂર્વભાઈ મણીઆર, એક્રેલોન કલબનાં સર્વાનંદભાઈ સોનવાણી, ડી.વી.મહેતા, કમલેશભાઈ સોનવાણી, સુદીપભાઈ મહેતા, ઉમેદભાઈ ‚પાણી, વી.સી.ગઢવી, શીરીસભાઈ બાટવીયા, મધુભાઈ ખંધાર, કમલેશભાઈ મોદી, જીતેનભાઈ દોશી, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ પીઠડીયા ઉપસ્થિત રહ્યા હતા.
ચોથા નોરતે માં જગદંબાની આરતીમાં સોની સમાજનાં આગેવાનો તથા પાંચમાં નોરતે કડવા પટેલ સમાજના આગેવાનોએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આરતીનો લાભ દલિત તથા પ્રજાપતિ સમાજનાં આગેવાનો લેશે. જૈનમ નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયીકા ફરીદા મીર જૈનમ્નાં ખેલૈયાઓને એક થી એક ચડીયાતા રાસ ગરબા પ્રસ્તુત કરી જોશભેર રમાડયા અને પધારેલ મહેમાનો તથા પ્રેક્ષકો વાહ વાહ મેળવેલ તો સાથે સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ આગવા અંદાજથી ગીતો રજુ કરેલ હતા.
ચોથા નોરતે જૈનમ નવરાત્રી મહોત્સવ ત્રિરંગા કલરથી સજાઈ ગઈ હતી. ભાઈ-બહેનો માટે દેશ ભકિત ડ્રેસ-તીરંગા કલર ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળા પ્રમાણમાં ખેલૈયાઓએ તીરંગા કલરનાં ડ્રેસ પહેરી જૈનમ નવરાત્રી મહોત્સવને દેશ ભકિતના રંગે રંગી દીધેલ હતો. પાંચમાં નોરતે ડેકોરેટીવ બલુનની સ્પર્ધા રાખેલ હતી જેમાં પણ બાળકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલ હતો તો સાથે સાથે રેડ + વ્હાઈટ થીમ ડેની પણ ઉજવણી કરવામાં આવેલ હતો.
જેમાં ગર્લ્સ માટે રેડ કલર અને બોયઝ માટે વ્હાઈટ ડ્રેસ પહેરીને એક અનોખો માહોલ ઉભો કરેલ હતો. તમામ વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. જજ તરીકે સુમિત ત્રિવેદી, માન્યતા ઓડેદરા, ઉષા વોરા, ભાવના બગડાઈ, જીજ્ઞેશ પાઠક, નીલેશ ઝાલા, મીતા પોપટ, નીરજ પાઠક, મનીષા પટેલે ઉત્કૃષ્ટ સેવા આપેલ.