મેયર બીનાબેન કોઠારી ખુદ હાજર રહેતા જૈન આગેવાનોને આગળ અને સાથે લેવા કાગથરાની ‘શીખે’ બિનજરૂરી મુદ્દો સર્જર્યો !!!

જામનગર ચાંદી બજારમાં જયોતિ વિનોદ જૈન ઉપાશ્રય પાઠશાળા ખાતે સમસ્ત જૈન સમાજના વિવિધ ફીરકાઓના સમસ્ત જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો- દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદેદારો સોશ્યલ ગ્રુપ, મહિલા મંડળો તેમજ જૈન શૈક્ષણીક સંસ્થાના આગેવાનોની પાલીતાણામાં શત્રુંજય પર્વત પર પ્રભુ આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહીશાળા મુકામે હતી તેને તોડ-ફોડના બનાવને લઇને સમગ્ર ગુજરાત તેમજ જામનગરના સમસ્ત જૈન સમાજના ભાઇઓ-બહેનોમાં રોષની લાગણી હતી. જેથી આ મીટીંગ બોલાવામાં આવેલ હતી.

આ ઘટનાને ધ્યાને લઇ જામનગરમાં પાલીતાણાની ઘટનાને લઈ જૈન સમાજની રેલીમાં મેયરની હાજરીને લઈ ‘પ્રોટોકોલ’નો વિવાદ ઉઠ્યો હતો. મેયર બીનાબેન કોઠારી રેલીમાં ખુદ હાજર રહ્યા હતા ત્યારે જૈન આગેવાનોને સાથે લેવાની ભાજપના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની ‘શીખે’ બિનજરૂરી વિવાદ ઉઠાવ્યો છે.

ત્યારે ભાજપ કોર્પોરેટર નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ સમાજનો કાર્યક્રમ હતો. મેયર પણ જૈન સમાજના હોવાથી આ રેલીમાં સહભાગી થયા હતા અને તેઓ મેયરની સાથોસાથ સમાજના આગેવાન તરીકે જોડાયા હતા. ત્યારે મેયરની સાથે જૈન સમાજના અન્ય અગ્રણીઓને સાથે લાવવા અને આગળ લાવવા જે કાર્ય હાથ ધરાયુ તેમાં મેયરના પ્રોટોકોલ અથવા તેમના હોદ્દાનું અપમાન થયું હોવાનો વિવાદ ઉઠ્યો હતો પરંતુ તે નિરર્થક હોવાનું ભાજપ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું.

બીનાબેન કોઠારી મેયરની સાથે સમાજના આગેવાન છે અને મારા માટે આદરણીય છે : નિલેશભાઈ કગથરા

જામનગરના ભાજપ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, બીનાબેન કોઠારી મેયરની સાથે સમાજના આગેવાન છે, અને તે તેમના માટે આદરણીય પણ છે. પરંતુ સમાજનો કાર્યક્રમ હોવાથી સમાજના આગેવાનોને આગળ રાખવા જણાવ્યું હતું ત્યારે એવો કોઈ ઈરાદો ન હતો કે મેયરના પ્રોટોકોલનું અપમાન કરવામાં આવે. કોઈ પણ કાર્યક્રમમાં મેયર ઉપસ્થિત હોઈ તો તેમનો પ્રોટોકોલ સર્વપ્રથમ જાળવવો જોઈએ એ વાતમાં કોઈ મીનમેક નથી. છતાં જો કોઈએ એવું લાગ્યું હોઈ કે મેયરનું અપમાન થયું હોય તો હું સર્વેને મિચ્છામિ દુક્કડમ કહું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.