ભારતીય સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને વિદેશી સમાજે પણ વખાણી છે.ત્યારે સદીઓથી ભારતીય સમાજ વ્યવસ્થા મુજબ લગ્ન વ્યવસ્થામાં અરેન્જ મેરેજને વધુ યોગ્ય અને સમાજ સ્વીકાર્ય ગણવામાં આવે છે અને મોટા ભાગના સમાજનાં લોકો એ એ વ્યવસ્થાને અપનાવી છે. ત્યારે સવાલ એ છે કે આપણી આ સમાજ વ્યવસ્થામાં ક્યાં લગ્ન સફળતા મેળવે છે લવ મેરેજ કે અરેન્જ મેરેજ…???? આ બાબતે કેટલાક લોકોએ તેના અભિપ્રાયો રજુ કાર્ય છે તો આવો જાણીએ કેવા છે તેમના અભિપ્રાયો????
અરેન્જ મેરેજનું તાર્કિક કારણ…
એક વર્ષ પહેલા જ લગ્ન થયેલી સ્ત્રીનું કહેવું છે કે મારા લગ્ન પહેલા પારિવારિક મિત્રો દ્વારા સૂચવેલા થોડાક મુરતિયા સાથે મેં વાતચીત કરી હતી અને બાદમાં મેં અરેન્જ મેરેજ જ કર્યા અને લગ્ન બાદ અમે સુખી જીવન જીવી રહ્યા છીએ. અને હજુ સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી જેનાથી કોઈ પ્રોબલેમ થાય. આ ઉપરાંત તેનું કહેવું છે કે માતા પિતા જે સાથીની પસંદગી કરે છે જે તમારા માટે યોગ્ય હોઈ અને વેલ એજ્યુકેટેડ હોઈ સારા ફેમિલી બેકગ્રાઉન્ડ માંથી આવતો હોઈ અને ખાસ એ કે તમને જીવન જીવવા માટે પ્રેક્ટિકલ અપ્રોચ પૂરો પાળે છે.જે લવ મેરેજમાં કદાચ શક્ય નથી, ત્યાં એક લિમિટેડ લાગણી આવી જાય છે બીજુ કઈ તેમાં નથી આવી શકતું.
બંને મેરેજ અમુક સમય પછી એક લેવલે જ આવી જાય છે….
લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ બંનેના થોડા વર્ષો વીતવા બાદ એક સમાન સ્તર પર આવીએ ઉભા રહે છે. લગ્ન કોઈ પણ રીતે થયા હોય તેના શરૂઆતમાં વર્ષોમાં તમે તેને એન્જોય કરતા હો પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ એકબીજાને સમજીને અનુકૂળતા સાધતા જાવ છો અને બાકીનું જીવન સાથે પસાર કરવાની કોશિશ ખાવાનું શરુ કરો છો.
અરેન્જ મેરેજને અવગણવા જોઈએ
ટાઇટલ વાંચીને થોડું અજુગતું લાગતું હશે પરંતુ એક મહાશયનું આવું પણ કહેવું છે કે અરેન્જ મેરેજને અવગણવા જોઈએ. તેમનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને પરાણે કોઈ સંબંધમાં ન બાંધી શકાય આ ઉપરાંત તેનું કહેવું છે કે ઉમર વીતી જવાન ડરથી લગ્નના બંધનમાં બંધાવું એ યોગ્ય નથી.કોઈ પણ ઉંમરે પ્રેમ થયી શકે છે એ પછી 25 હોય કે 35 કે પછી 45 હોય. અને પછી જ નક્કી કરાય કે બંને સાથીએ લગ્ન કરવા કે નહિ.
અરેન્જ મેરેજ એટલે પણ ખરાબ નથી…
અરેન્જ મેરેજનો સૌથી સારો ભાગ એટલે તમે જે કઈ પણ શરુ કરો એ સરપ્રાઈઝીંગ્લી કરો છો, રોજ કઈક નવું થાય છે. તમેં વસ્તુઓને જોવો છો અને તેને અનુકૂળ થાઓ છો. જયારે બીજી બાજુએ લવ મેરેજ બાબતે મેં જોયું છે કે અનેક ગર્લફ્રેન્ડ તેના બૉયફ્રેં વિષે કંમ્પ્લેઇન કરતી હોય છે જે વર્તમાન સમયમાં તેનો પતિ હોય છે, જે કહે કે તે હવે પહેલા જેવો નથી રહ્યો.
વિશ્વાસ પર દુનિયા કાયમ છે….
આ માશયનું કહેવું છે કે આપણે નસીબ વિષે વિચારવું જોઈએ. મેં એવા ઘણા યુગલો જોયા છે જેને લવ મેરેજ કાર્ય હોઈ અને લગ્નના થોડા જ વર્ષો બાદ એકબીજાને છેતરતા હોય. મેં એવા પણ યુગલો જોયા છે જેને અરેન્જ મેરેજ કાર્ય હોય અને સુખી દામ્પત્ય જીવન જીવતા હોય.તમે કોઈ પણ સંબંધ વિષે ભવિષ્ય વાણી ન કરી શાકોબધું નસીબ પર નિર્ભર રહેલું હોય છે.
મને લગ્ન બાદ પ્રેમની અનુભૂતિ થયી…
મેં અરેન્જ મેરેજ કર્યા છે અને અમે પ્રેમમાં પળવા માટે અમારો મીઠો સમય પણ મેળવ્યો છે. એકબીજા અજાણ્યા હતા પરંતુ એકબીજાને અનુકૂળ થયા અને એકબીજાના જીવન માટે પણ અનુકૂળ થયા. અમારી પાસે એવા મીઠા સંભારણાઓ છે જેમાં નિથ ઝઘલોનો સમાવેશ પણ થાય છે.
લવ મેરેજની નિષ્ફળતા…
મેં મારી ગર્લફ્રેન્ડ સાથે જ લગ્ન કાર્ય હતા અને અમે બંને એકબીજાના પ્રેમમાં રસતરબોળ ડૂબેલા હતા. તે સમયે એવું જ લાગતું હતું કે અમારી વચ્ચે કયારેય તળ નહિ પડે પરંતુ અમારા નશીબ ખરાબ હશે કે જલ્દી જ અમારી વચ્ચે દીવાર ઉભી થવા લાગી અને અમે લગ્નના ત્રણ વર્ષ બાદ ડિવોર્સ માટે અપ્લાય કર્યું. ત્યારે મને મારા માતા પિતાએ કહેલી વાત યાદ આવી કે તેમે બંને એકબીજા માટે યોગ્ય નથી…એ ત્યારે મેં એ વાત પર કઈ ધ્યન નહોતું આપ્યું.